MENU

Fun & Interesting

સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા || નીચે લખેલું છે કિર્તન || તુલસી વિવાહ નું સુંદર કિર્તન

Video Not Working? Fix It Now

અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ____________________ કિર્તન _________________ સાહેલિયો સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા એક સાહેલી મેણા બોલી રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ અમે પરણેલા તુલસી તમે કેમ કુંવારા રેજો રે બાળ કુંવારા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ એટલું કીધું રે તુલસી રીસે ભરાણા આવીને ઓરડે પુરાણા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ સાંજ પડી ને તુલસીના દાદા ઘેરે આવ્યા કેમ તમે તુલસી રીસાણા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ સરખી સાહેલી અમે પાણી ભરવા ગયા હતા સૈયર મેણાં બોલે રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કયો તો તુલસી તમને સૂર્ય સાથે પરણાવીએ ચંદ્રદેવના માંગા આવ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ સૂર્ય તો દાદા અતિ તેજ વાળા ચંદ્ર દેવ સાથે નહિ પરણીએ રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કયો તો તુલસી તમને રામ સાથે પરણાવીએ દ્વારકા થી માંગા આવ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ રામ તો દાદા મર્યાદા પુરુષોત્તમ દ્વારિકામાં રૂપાળા રણછોડ રાય પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કયોતો તુલસી તમને ઠાકોર સાથે પરણાવીએ ક્યો તો તેડાવીએ જાડેરી જાન પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ કેળું કેરા મંડપ રોપાવ્યા મમતા ના માણેક સ્તંભ રોપાય પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ પ્રીતુ કેરા પાનેતર ઓઢીયા મોહન ના મીંઢોળ બાંધ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ ડાકોર ગામથી જાનુ રે આવી પરણવા ઠાકોર આવ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ માધવરાયના મોડીયા પહેર્યા વિઠ્ઠલની વરમાળા પહેરી રે રામ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ શણગાર સજીને તુલસી માયરામાં આવ્યા ઓઢી છે ઠાકોરજીની ચુંદડી રે રામ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ ચોરીના મંગળ ચાર વરતાણા માતાએ કંસાર જમાડીયા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ જગતની જનેતા પરણવા બેઠા સાહેલીઓ મંગળ ગીતડા રે ગાય પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ તુલસીના દાદાએ વિદાયુ આપી દાદાએ માથે મુક્યો છે હાથ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ પાંદડે પાંદડે આંસુડા ટપકે રોવે છે જગતની માતા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજી ની વાડીએ પરણી ને તુલસી સાસરે સીધા આવ્યા સાસુજીએ હરખે વધાવ્યા રે રામ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડી તુલસી ઠાકોરના વિવાહ જે કોઈ ગાય છે ગાશે વાશે ને વૈકુંઠ જાશે રે રામ પાણીડા ગ્યાતા અમે રામજીની વાડીએ સાહેલીઓ સાથે તુલસી પાણી ભરવા ગ્યાતા

Comment