શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
રેઢાં મેલ્યા ઘરબાર બંસીના તાનમાં...
સૂતી નિંદ્રા માં ત્યાં ભણકારા વાગતા
મીઠા એ સૂર ઉર ઉલટ જગાડતા
જાગ્યા ચેતન નાં તાર બંસીના તાનમાં
શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
મધરાતે કાન મુખ જોવા હું નીસરી
અંતર ને ઉમળકે સજની ને વિસરી
વિસરી સજવા શણગાર બંસીના તાનમાં
શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
સુરતા એ સુર જ્યોત પ્રગટ છે અંગમાં
દોડી હું દર્શન ના પૂરા ઉમંગ માં
રડતાં મેલ્યા મે બાળ બંસીના તાનમાં
શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
ભૂલી ગઈ ઘરકામ એક જ ધ્યાન માં
ભૂલી ગઈ દેહનું હું ભાન બંસીનાં તાનમાં
ખાધી મે સાસુ ની ગાળ બંસીનાં તાનમાં
શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
વાલા ઓ નંદલાલ કર જોડી વિનવું
કાલિંદી ધાટ રાસ અમને રમાડતા
રણછોડ દેજો દર્શન બંસીનાં તાનમાં
શ્યામ હું તો ભૂલી સંસાર બંસીના તાનમાં...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ