ગીરના જંગલ પાસે આવેલા નદી કાંઠાના વિસ્તારોમાં સિંહોની મોટી વસાહત રહે છે વન્ય વિસ્તારની જીવાદોરી ગણાતી શેત્રુંજી નદી સિંહોનું માનીતું સ્થળ છે પરંતુ ચોમાસામાં જ્યારે આ નદીમાં પૂર આવે ત્યારે સિંહની વસાહતો પાણીમાં ગરકાવ થઈ જાય છે .તમને જાણીને આશ્ચર્ય થશે કે જંગલના રાજા ની છઠ્ઠી ઇન્દ્રિય બહુ સતર્ક હોય છે અને એટલે જ ચોમાસા પૂર્વે જ સિંહો મોટાભાગે ઉંચાણવાળા વિસ્તારોમાં આસન જમાવે છે. આમ છતાં અચાનક નદીઓના પુર ફરી વળે ત્યારે ક્યારેક સિંહો પણ કુદરતનો મુકાબલો કરવામાં મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અગાઉ 2015માં શેત્રુંજી નદીના પૂરમાં 10 સિંહ તણાઈ ગયેલા. આ વખતે પણ એક સિંહણ તણાઈ ગઈ છે. પ્રસ્તુત વીડિયોમાં પૂરના પાણીમાં સિંહને જોઈ શકાય છે તદુપરાંત આપણે જોઈશું કે સિંહ તરવા બાબતે કેવી ખાસિયત ધરાવે છે.સિંહો,ગીર અને વાઇલ્ડ લાઇફને લગતા રોમાંચક વિડીયોઝ માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને કુદરતના આ અમૂલ્ય વારસા ને શેર કરો.
#ગીરનાખોળે #travelwithjt #sasangir #ગીર #માલધારી #gir #gujaratwildlife #gujarat #lion #સિંહ #lionswimming #સાસણગીર #શેત્રુંજી #lionsafari #wildangle #girforest #આપણુંગીર #સાવજ #નેસ