#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal
satsangi mandal
સૂર્ય તારું અજવાળું ગોકુળ ગામમાં રે
કાનો ગોકુળ છોડીને જાય
એક ધુન ગવરાવો કુંવર કાનની રે.
ગોપી આવ્યા જશોદાને મળવા રે
માતા જશોદા સુતા છે બેભાન
એક ધૂન ગવડાવો કુંવર કાનની .
કાના વિનાના અમે આંધળા રે
મારો ચાલ્યો જાશે આંખ્ખુંનો રતન
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે.
નંદબાબા રૂવે છે એની ડેલીએ રે
મારો ચાલ્યો જાશે કુળનો દીપક
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે.
બાબા આકુળ વ્યાકુળ થાય
એક ધૂનના ગવડાવો કુંવર કાનની રે.
વાલે અડધી રાતે રથ જોડીયા રે
રથ હાલ્યા છે મથુરાની માય
એક ધૂન ગવડાવો કુંવર કાનની રે.
રાધા આવીને આડા પડિયા રે
મારા રુદીએ ચલાવો કાના રથ
મારા પ્રાણ અહીં અમે કાઢશું રે
વાલો રથડેથી હેઠા ઉતરિયા રે.
રાધા આવી ન કરો હઠ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે
સર્વે ગોપી તે બેઠી રૂદન કરે રે
કાના શું છે અમારો વાક
કાના અમને છોડીને ક્યાં ચાલ્યા રે.
મારો વાલો તે ધીમે રહીને બોલીયા રે
મારે જાવું છે મથુરા ગામ
મારા માતા-પિતાના બંધન છોડાવવા રે.
વાલે ત્યાંથી તે રથ એનો હાકીઓ રે
રથ આવ્યો છે મથુરા ગામ
આજ મામા ભાણેજના યુદ્ધ જામશે રે.
કાને મામા તે કંસને મારીયો રે
વાલો આવ્યા છે જેલ મોઝર
આજ માતા-પિતાના બંધન છૂટશે રે.
મા એ ડાબે તે હાથે પોખીયા રે
મારા વાલાને થઈ ગઈ જાણ
આજે માતા-પિતાના બંધન છૂટીયા રે.
મારે નથી કાકાને કુટુંબી રે
મારે હતો એક માડી જાયો વીર
તે તો મામા તે કંસ ને મારીયો રે.
માતા એવા ન કરીએ ઓરતા રે
મારા સાત સાત ભાઈઓને મારીયા રે
મેં તો વાળ્યું છે એનું વેર
આજ માતા-પિતાના બંધન છુટ્યા રે.
સૂર્ય તારું અજવાળું ગોકુલ્ગામમાં રે - રેણુકા પટેલ | Dhun Mandal New Bhajan | 2025
કીર્તન
ગુજરાતી ભજન
સત્સંગ કીર્તન
mahila mandal gujarati
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan
Satsang mandal na bhajan
gujarati dhun mandal
ધૂન મંડળ
ગુજરાતી કીર્તન
Renuka Patel Na Kirtan
Renuka Patel Bhajan Satsang
Renuka Patel Na Dhun Mandal Kirtan
Renuka Na Bhajan