ભક્તિ તમારી આપજો પ્રભુ ગુણ ગાવા
હું તો ઝંઘી રહ્યો છું દિન રાત.........પ્રભુ
અંતર શુદ્ધિ રાખજો.મારા અંતર ની
મારી વાણી નો દોષ દૂર થાય.........પ્રભુ
ભજન લખવાની હોંશ છે મારા અંતરની
મારા પુરા કરજો તમે કોડ ..........પ્રભુ
જન્મો જન્મની આશા ફળી મારા અંતરની
મને જગાડ્યો તમે આજ ............પ્રભુ
મહિમા અંપરંપાર પ્રભુ છે તમારો
મારી બુદ્ધિ ના પામે પ્રભુ પાર........ . પ્રભુ
લખવા જાવું તો લખવા માં ના આવે જરી
મારે મળવું છે અલખ ધણી ને હાથ.......પ્રભુ
પ્રભાશંકર ની આતુરતા પ્રભુ મળવાની
અનુભવ માં હરખ છે અપાર.........પ્રભુ
....તાં . ૨.૨.૨૦૨૩..ગુરૂ....૧.૦૫............