MENU

Fun & Interesting

રમુજી ભજન નીચે લખ્યું છે.જોરદાર ભજન સાંભળીને ખુબ હસવું આવશે.શ્રી સખીભજન મંડળ.મમતા,મીના દક્ષા

pinal patel 119,460 6 months ago
Video Not Working? Fix It Now

આ ભજનમાં આનંદ બધાને આવશે તેવું છે અંત સુધી જોશો.મઝા આવશે.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને Like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું ભુલતાજ નહી ના કરી હોય તો પ્રેમ થી કરી દેજો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો. વડોદરા.મમતા રાઠી ગાયક કલાકાર. જય શ્રીકૃષ્ણ ----------------------------- ભજન--------------------------- અલી દક્ષા વહુ હું કથામાં જ ઉ છું સાત દિવસની કથામાં બેસવાની છું અને ઘર સંભાળજે તું કામ કરજે.બેનપણીયોને બોલાવીને વાતો ના કરતી ભટકવા ના જતી. હો હું કથામાં ચાલી , કથામાં ચાલી. સાસુ કહે હું કથામાં જ ઉ, વહુ તો રાજી રાજી થઈ સાસુજી બેઠા કથામાં જઈ, વહુ તો રાજી રાજી થઈ સવારમાં ઉઠીને ટકટક કરતા (2) પુછતાં રે તું કયા ગઈ તી , વહુ તો રાજી રાજી થઈ એક દિવસ કથા બેઠીતી ગામમાં (2) સાસુ કહે હું કથામાં જ ઉ વહુ તો રાજી રાજી થઈ વહુ કહે વનમાં જુલીશું હિંચકે (2) ભાવતા ભોજન ખ ઈશું હવે, વહુ તો રાજી રાજી થઈ ઓલું રે કરજે, પેલું રે કરજે (2) ટકટક સાત દિવસની ગઈ વહુ તો રાજી રાજી થઈ સાસુ કહે હું કથામાં.......... આખો દિવસ હું ઉઘયાં કરુ તોય (2) મને કોઈ કહેનારુ નહી વહુ તો રાજી રાજી થઈ સાસુ કહે હું કથામાં......... આડોશ પાડોશની બધી વહુ ઓ રે (2) સહુ આવીને ભેગી થઈ, વહુ તો રાજી રાજી થઈ અલક મલકની વાતો કરીશું (2) કામકાજ કંઈ કરવું નહી વહુ તો રાજી રાજી થઈ સાસુ કહે હું કથામાં.......... ભલુ થયુ એ ભાગવતનું (2) પધરામણી તો ગામમાં થઈ, વહુ તો રાજી રાજી થઈ વહુ તો છુટી સાત દિવસની (2) સાસુની બીક તો કાયમ ગઈ વહુ તો રાજી રાજી થઈ સાસુ બેઠા કથામાં જઈ, વહુ તોરાજી રાજી થઈ સાસુ કહે હું કથામાં જ ઉ વહુ તો રાજી રાજી થઈ આ કથામાં જઈ ને બેઠાને તો વહુ એ તો ઘરનો દાટ વાડયો જુ ઓ કેવી મસ્તી કરેને મોજ કરે એ, જાવો હેડો જલ્દી જઈ ને જુવો. કેમ તે એવું કર્યુ , મારું ઘર કેમ ના સાચવ્યું. બનપણીયોને ભેગી કરીને દાટ વાળી નાખ્યો મારા ઘરનો. કૃષ્ણ કનૈયા લાલ કી જય

Comment