MENU

Fun & Interesting

માતા પિતા અમીના ઓડકાર // માતા પિતાનુ પ્રખ્યાત ભજન​ // New Gujarati Bhajan // Nava Bhajan // Kirtan

Video Not Working? Fix It Now

માતા પિતા અમીના ઓડકાર // માતા પિતાનુ પ્રખ્યાત ભજન​ // New Gujarati Bhajan // Nava Bhajan // Kirtan Lyrics (ગીતો / પંક્તિઓ) :- માતા પિતા અમીના ઓડકારજો, ભાવેથી સેવા એની કરજો. કોને કોને આવ્યા ઓડકાર જો, કોણે રે પીધા છે અમૃત ઘુટડા. પંઢરપુરમાં પોંડરીક જેવા નામ જો, એણે રે પીધા છે અમૃત ઘુટડા. રોજ સવારે મંદીર દર્શન જાય જો, નીમ લીધા છે એવા આકરા. માતા પીતા જ્યારે માંદા પડ્યા જો, સેવા કરે છે પુંડરીક આકરી. સેવામા કાંઈ છ-છ મહિના જો, પ્રભુજી વીચારે ભક્ત ન આવ્યો. પ્રભુએ પહેજા પીળા પીતાંબર જો, ખંભે તે ખેસ નાખી હાલ્યા. રઘુ આવ્યા ઉઘાડે કાંઈ પગ જો, આવીને ઊભા છે પુંડરીક આંગણે. સાદસણીને પૂડરીક એમાં બોલ્યા છો, દર્શન દેવા હોય તો તમે ઉભા રહો. માતા-પીતા મારા ઘડીક જંપી જાશે, ત્યારે હું આવીશ તમને મળવા. ઇટલડી ને નાખી ઘરની બહાર જો, ઇટલડી ઉપર વીઠ્ઠલ ઊભા રહ્યા. ઉભા છે કાંઈ ત્રણ દીવસ ત્રણ રાત જો, ત્યારે રે આવ્યા છે કુંડલીક બારણે. ધન્ય ધન્ય છે પોંડરી ક તારી ભક્તિ જો, સેવાથી હરી આવ્યા ઢુકડા. કોને કોને આવ્યા ઓડકાર જો, કોણે રે પીધા છે અમૃત ઘુટડા. શ્રવણકુમાર ને આવ્યા હોડકારજો, એને રે પીધા રે અમૃત ઘુટડા. ઘરડા અને આંધળા માને બાપ જો, સેવાયુ કરે છે શ્રવણ આકરી. માતા-પિતાને જાત્રા કરવા જાવુ રે, કેમ રે કરાવવું દોયલી જાત્રા. શ્રવણ આવ્યો સુતારીને ઘેર જો, ભાઈ સુધારી વીરા સાંભળજો. કાવડ ઘડોને એવી સોયલી, આંધળા મારા ઘરડા મા ને બાપ જો. સોયલા બેસાડુ મારા માવતર જો, ખંભે કાવડ લઈને શ્રાવણ હાલ્યો. તીર્થે તીર્થે ડગલાં ભરતો જાય જો, જાત્રા કરાવે એવી દોયલી. માતા-પિતાને તરસ જા રે લાગી જો, ઘડુલો ભરવા ને શ્રવણ હાલ્યો. દશરથ રાજા મૃગલા રમવા જાય જો, રૂગલો જાણીને તીર માર્યા. તીરે વિંધાણા શ્રવણના શરીર જુઓ, અંત વેળાએ શ્રવણ બોલ્યો. અંતવેળા ની ઈચ્છા તારી બોલજો, શ્રવણ કહે છે મારા માવતર. આંધળા મારે ગરીબ માને બાપ જો, એને રે પાણીડા તમે પીવડાવજો. ધન્ય ધન્ય છે શ્રવણ તારી ભક્તિ જો, સેવાથી હરિ રે આવે ઢુકડા. જેને આંગણ માતા પિતા શોભે જો, ૬૮ તીરથ છે ઘરને આંગણે. માતાના ચરણ છે ચારે ધામ જો, પિતાના છે અંગ આઠે ધામ જો. Video Tags :- gujarati bhajan,nava bhajan,nava bhajan batao,nava bhajan nava bhajan,nava bhajan gujarati ma,gujarati bhajan kirtan,bhakti saurashtra,new gujarati bhajan,gujrati bhajan,gujrati kirtan,ગુજરાતી ભજન નવા,kirtan,ramdevpir na bhajan,ramdevpir bhajan gujarati,ramdevpir © Copyright 2024 Bhakti Saurashtra Contact us to reuse our lyrics or copy our content.

Comment