જે રાધે રાધે બોલે છે, જીવનમાં સુખી થાય છે
જ્યારે કપડામાં ડાગ પડે છે, એ સાબુથી ધોવાય છે
જ્યારે કુળમાં કલંક લાગે છે, તેને કોઈ ના મિટાવી શકે છે
જે રાધે રાધે બોલે છે.......
દીકરો જ્યારે માથી રુઠે છે, તો મા એને તરત મનાવે છે
જ્યારે માં દીકરા થી રીસાય છે, તો ના એને કોઈ મનાવી શકે
જો માથા પરથી સાડી ખસે, તો નારી તરત સંભાળે છે
જો નારી ધર્મ માંથી ખસે છે, તો એને ના કોઈ બચાવી શકે
માળીયે બાગ સજાવ્યો છે, ડાળી પર ફૂલ પણ આવે છે
જો ઝાડ થી ડાળી તૂટે છે, તો એને કોઈ ના લગાવી શકે
સાચું બોલવાનો ધર્મ મારો, નીતિ પર ચાલવું કર્મ મારુ છે
જે સત્યનો રસ્તો અપનાવે છે, તે પરમાત્માને પામે છે
જે રામ ના ગુણલા ગાય છે, જીવનમાં સુખી થાય છે
જે રાધે રાધે બોલે છે, જીવનમાં સુખી થાય છે...
####⃣ #⃣ ##