સાચું તીરથ છે માવતર ઘરમાં || નીચે લખેલું છે કિર્તન || ગમે તો લાઇક કરજો|| સ્વરઃ નયનાબેન લાડવા
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
_________________ કિર્તન ___________________
તમે ફરો છો ચારેય ધામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
હે તમે કાશીમાં જાઓ તમે ગંગાજીમાં નાવ
મારો પ્રભુ રાખે છે બધું ધ્યાનમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
હે તમે કેદારનાથ જાઓ તમે બદ્રીનાથ જાઓ
હે તમે ધજા ચડાવો ડાકોર ધામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે માતા રાખો રાજી તમે પિતા રાખો રાજી
એના આશીર્વાદ પડ્યા છે ઊંડાણમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે જાત્રામાં જાઓ ત્યાં ખર્ચા બહુ થાય
તારા માવતર ની સેવા મફતમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
બહાર કરે પુણ્યદાન જગમાં રાખે મોટા નામ
તારા માવતર મેલ્યા છે આશ્રમમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
બહાર ખોલ્યા અનક્ષેત્ર જગમાં રાખ્યા મોટા નામ
તારા માવતર ભુખ્યા છે ઘરમાં સાચુ તીર્થ છે માવતર ઘરમાં
જેના ગઢડા ખૂબ રિબાઈ એના દિલડા દુભાઈ
પ્રભુ થાળ જમે નહીં એના ઘરમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
મારા સત્સંગની બેનો તમે સત્સંગમાં જાઓ
દયા રાખી માવતરના હૃદયમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે ફરો છો ચારેય ધામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં