ધીરે ધીરે ડાકોર જાવા દે
જાવા દે મને જાવા દે
પેલા બોડાણા ના ગામમાં
રાય રણછોડ રાયના ધામમાં
ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
ડગલે પગલે રણછોડ મારી સાથ
પગલે પગલે એને કરું હું યાદ
પગે ચાલતા. સહુ આવતા
પેલા બોડાણા ના ગામમાં
રાય રણછોડ ના દરબારમાં
ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
ધોળી ધજાઓ દૂર દૂરથી દેખાય
આંખો મારી આંસુ થી છલકાય
આવું ભેટવા..... તને દેખવા
પેલા બોડાણા ના ગામમાં
રાય રણછોડ ના દરબારમાં
ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
ભક્તો લાવે મગજને તુલસીનો હાર
રાય રણછોડ નો કર શું જય જયકાર
માખણ ધરું. મિશરી ધરું
પેલા બોડાણા ના ગામમાં
રાય રણછોડ ના દરબારમાં
ધીરે ધીરે ડાકોર જાવા દે જાવા દે મને જાવા દે
ગોમતીના નીર માં નાવા દે
નાવા દે મને નાવા દે
પેલા બોડાણા ના ગામમાં
રાય રણછોડ ના દરબારમાં
ધીરે ધીરે ડાકોર જવા દે જાવા દે મને જવા દે
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat