આજ રોજ *સરકારી માધ્યમિક શાળા, કરણપુરા -થરાદ* ખાતે વિશેષ *ત્રિવેણી કાર્યક્રમ* યોજાયો.
આજના આ કાર્યક્રમમાં સદર શાળાના પૂર્વ શિક્ષક મિત્રો કે જેમની માંગણીની જગ્યા પર બદલી થતાં *ભાવદર્શન કાર્યક્રમ* સાથે જ ધોરણ 10 ના બાળકોનો *શુભેચ્છા કાર્યક્રમ* અને ત્રીજો મહત્વનો કાર્યક્રમ એટલે કે ધારાબેનના ભાઈ એવા ડૉ. સાહેબ દ્વારા સર્વે બાળકોના *"દાંત ચેકઅપ કેમ્પ* યોજાયો.
આ કાર્યક્રમની શોભા વધારવા વિશેષ ઉપસ્થિતિ અમારા કલસ્ટરના અમોને સદાય માર્ગદર્શન આપતાં *CRC ભાટી સાહેબ* , પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્યશ્રી *ઈશ્વરભાઈ ચૌધરી સાહેબ* , *ધરાબેન અને એમનો પરિવાર* , પ્રાથમિક શાળા *આચાર્યશ્રી* , સ્ટાફ અને પેટા શાળાના સ્ટાફ મિત્રો , ગામના અગ્રણી હાજર ન હોવા છતાં ચિંતા સેવતાં અને શુભેચ્છા આપતાં *સરપંચશ્રી* , આપણી જ શાળાના પૂર્વ શિક્ષક એવા કે જેઓ સામાજિક કારણોસર કાર્યક્રમ હાજર ન રહી શક્યા પણ શુભેચ્છાઓ પાઠવતાં *કિરણ ચૌધરી સાહેબ , *ભલાબા* , *જેમલબા* , SMDC સદસ્યો , ગામના વડીલો , વાલીગણ , પૂર્વ વિદ્યાર્થી દોસ્તો, શાળા પરિવાર સૌની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળ રહ્યો.
👉 આજના આ કાર્યક્રમમાં CRC SIR, શાળાના ગુરુજનો તથા વડીલો દ્વારા બાળકોને શુભેરછા પાઠવવામાં આવી.
👉શાહ ધરાબેન દ્વારા તથા ધોરણ ૧૦ ના બાળકો દ્વારા શાળાને અદ્દભુત ભેટ *રંગીન પ્રિન્ટર* તથા *વોટર જગ* આપવામાં આવ્યો.
👉 શાહ ધરાબેન દ્વારા ધોરણ ૯&૧૦ ના સૌ બાળકોને *૧ જોડ બૂટ* આપવામાં આવ્યા.
👉શાળા પરિવાર દ્વારા ધોરણ 10 ના બાળકોને *પારદર્શક પાટિયું , બોલપેન વગેરેની કીટ* આપવામાં આવી.
👉 વાલીગણ અને મહેમાનો દ્વારા પણ શાળાને *માતબર રકમ* આપવામાં આવી.
*આમ આજનો કાર્યક્રમ સૌને આભારી છે. શાળા પરિવાર સૌનો હૃદયસ્થ આભાર વ્યક્ત કરે છે.*
🙏🙏🙏 *આભાર* 🙏🙏🙏