મોરલો બોલ્યો રે બેનના પિયરનો (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Lagan Geet | Lagan Song
ગીત:-
એક મોરલો બોલ્યો રે બેનના પિયરનો
બોલો છે કાંઈ દાદા ને આંગણ રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
લખી ને કાગળિયા દાદા મોકલે
દીકરી મારી એકવાર મળવા આવ રે વાટુ જુએ છે તારા દાદા
દાદા મારા હવે નો કરશો ઓરતા
સસરાજીના કાયદા કડક રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
દાદા એના આંસુ પાડી બોલ્યા દીકરી મારી હસતીને રમતી
ભોળું પારેવડુ પિંજરે પુરાઈ રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
પતિને સંગાથે રહેજો પ્રેમથી સાસુ સસરાને આજ્ઞામાં રહેજો
રજા આપે તો પિયર આવજો રે પિયરીયાની લાજ તારા હાથમાં
મોરલો બોલ્યો રે બેનના પિયરનો
બોલ્યો છે કાંઈ વીરાને આંગણ રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
વીરા એના ફોન કરીને વિનવે સાથે રમતા ને સાથે જમતા
પલ પલ આવે બેની તારી યાદ રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
રક્ષાબંધનના દાડા આવશે
રાખડી બાંધવા બેની વેલી આવ રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
વીરા મારા હવેનો કરશો ઓરતા
મારા જેઠજીના કાયદા કડક રે મોરલો બોલ્યો રે બેનના પિયરનો
મારાથી નો અવાય તો વીરા તું આવજે
ભાઈ બીજે જોશ તારી વાટ રે જમવા ને વેલો વેલો આવજે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage #marriage