શિવરાત્રી નિમિત્તે - છોડો છોડો જટા તમારી શિવજી રે - ઉષ્માબેન (કિર્તન લખેલું નીચે છે)
આ કિર્તનના શબ્દો મુંબઈ મીરા મંડળના મંજુલાબેન મૈયાણીએ અમને મોકલ્યા હતા... અમે આખો પરિવાર એમના ખૂબ ખૂબ આભારી છીએ... એમનો સાથ સહકાર આશીર્વાદ અને શુભકામનાઓ હંમેશા અમને મળતી રહે છે અમારા સૌના પ્રણામ...💐💐💐🙏🙏🙏
છોડો છોડો જટા તમારી શિવજી રે
અંગે ભભૂતિ નો આડો વાળ્યો આંક
છોડો છોડો જટા તમારી શિવજી રે...
મેં જોગી પણું તમારું જાણીયું રે
છાની રાખોને ચોરી છતી થાય
છોડો છોડો જટા તમારી શિવજી રે...
કોઈ કાંડે ઝાલીને લાવે કામિની રે
તમે જટામાં સંતાડી લાવ્યા નાર
છોડો છોડો જટા તમારી શિવજી રે...
પીળી પટોળી ને અંગે દીસે ગોરી રે
નેણે નીરખજો નમણી નાર
છોડો છોડો જટા તમારી શિવજી રે...
આંકડાની ઝૂંપડીએ હતી એકલી રે
સીદ શોક્ય નો કરાવ્યો રૂડો સાથ
છોડો છોડો જટા તમારી શિવજી રે...
નથી વાહન ને ડોકે કાળા નાગ છે રે
આવા લક્ષણે પાણીડા નહીં પાય
છોડો છોડો જટા તમારી શિવજી રે...
શિવે જટા છોડીને મેલી જુલતી રે
માથે ગાજે ગંગાજીના નીર
છોડો છોડો જટા તમારી શિવજી રે...
માતા પાર્વતી ને માન આપે શિવજી રે
એવા પાર્વતી ના પતિ ભોળાનાથ
છોડો છોડો જટા તમારી શિવજી રે...
જે કોઈ ગુણ ગાશે તમારા પ્રેમથી રે
એ તો નિત્ય ગંગાજીમાં નાય
છોડો છોડો જટા તમારી શિવજી રે...
મીરા મંડળની છે એટલી વિનતી રે
અમને દેજો કૈલાસમાં વાસ
છોડો છોડો જટા તમારી શિવજી રે...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ