આવે છે આવે છે કાન હોળી રમવા આવે છે | ધુનમંડળ કીર્તન | રેણુકા પટેલ ના ભજન 2025
લખેલું કીર્તન નીચે મુજબ છે
આવે છે આવે છે
કાન હોળી રમવા આવે છે
સાથે ગોવાળો ની ટોળીને લાવે છે
કાન હોળી રમવા આવે છે
ગોકુળ ગામ ના ઘરે ઘરેથી
રંગે રમવાને બોલાવે છે
કાન હોળી રમવા આવે છે
કેસુડાના રંગથી ભરી પિચકારીઓ
રસ્તે રમવાને રંગ આવે છે
કાન હોળી રમવા આવે છે
અબીલ ગુલાલની રમઝટ ઉડતી રે
શેરીઓમાં ધૂમ મચાવે છે
કાન હોળી રમવા આવે છે
ઝાંઝપ ખાજને મૃદંગ વાગતા
વ્રજ લોકની નીંદર ઉડાવે છે
કાન હોળી રમવા આવે છે
ગોકુળ ગામના ઘેરૈયા નીસરી
બરસાના ગામ ગજાવે છે
કાન હોળી રમવા આવે છે
રાધા સાથે સહુ ગોપીઓ નીસરી
જોવા જેવો રંગ જમાવે છે
કાન હોળી રમવા આવે છે
દીન બાળક એવા રંગને નિરખતા
હૈયાના ભાન ભુલાવે છે
કાન હોળી રમવા આવે છે
ધૂન ભજન મંડળ ના લખેલા કીર્તન,
નવા ગુજરાતી કીર્તન લખેલા
લખેલા સત્સંગ ભજન મંડળ
સી એન ધૂન મંડળ કીર્તન
Gujarati Bhajan Mandal
Dhun Mandal Satsang
Dhun Mandal Kirtan
Lakhela Gujarati Kirtan
Nava Kirtan Video
મહિલા મંડળ ના ભજન
mix mahila bhajan mandal