ભાવનગરમાં આ લોકો મહાનગરપાલિકાતંત્ર સામે આંદોલન પર કેમ ઊતર્યા? જિજ્ઞેશ મેવાણી પહોંચ્યા સમર્થનમાં
#bhavnagar #demolition #gujaratinews
ભાવનગર મહાનગરપાલિકાએ શહેરના ઘોઘા જકાતનાકા 14 નાળા વિસ્તારમાં 144 મકાન ધારકોને મહાનગરપાલિકાની માલિકીની જગ્યા ખાલી કરવા નોટિસ આપતા આખો મામલો વિવાદિત બન્યો છે. કારણ કે આ મામલે સ્થાનિકો 29મેએ ભાવનગર મહાનગરપાલિકાની કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા જે દરમ્યાન ત્રણ લોકોની તબિયત લથડતા તેમને સર ટી હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં યુનુસ ડેરૈયા નામના એક વૃદ્વનું મૃત્યુ થઈ ગયું . પરિવારજનોનો આક્ષેપ છે કે મહાપાલિકાએ ઘર ખાલી કરાવવાની નોટિસ આપી જેના આઘાતમાં તેમના સ્વજનનું મૃત્યુ થયું. પરિવાર જનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરતા મામલો વધુ બીચક્યો હતો.
વીડિયો- અલ્પેશ ડાભી/ નીલેશ ભાવસાર
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati