પીપળો પ્રભાસ પાટણ નો મને સાંભરે રે
ત્યાં કાઈ બેઠા છે દ્વારિકાધીશ પીપળો....
પીપળે દેવકી ના જાયા પોઢિયા રે
પોઢ્યા વાસુદેવ ના કુળદીપ પીપળો...
પીપળે જશોદા ના જાયા પોઢીયા રે
પોઢ્યા નંદ તણા કિશોર પીપળો...
પીપળે બલભદ્ર ના બાંધવ પોઢીયા રે
પોઢ્યા સુભદ્રા ના વીર પીપળો...
પીપળે રાધા જી ના સ્વામી પોઢીયા રે
પોઢ્યા સુદામા ના મિત્ર પીપળો...
પીપળે ગાયો ના ગોવાળ પોઢીયા રે
કે પોઢ્યા ગોવાળિયા ના ભેરૂબંધ પીપળો....
પીપળે ડાકોર ના ઠાકોર પોઢીયા રે
કે પોઢ્યા પોઢ્યા દ્વારીકાધિશ પીપળો...
પીપળે બેઠા બેઠા વિચાર કરે રે
હવે મને મૃત્યુલોક માં ગમતું નથી રે
કે હવે મને સાંભર્યું વૈકુંઠ ધામ પીપળો...
વાલો મારો બેઠા બેઠા વિચાર કરે રે
કે કોઈ નું રહી જાતું નથી કાઈ ઋણ પીપળો...
કેવી ઘોર અંધારી રાતડી રે
ત્યાં કાઈ બેઠા છે દ્વારિકાધીશ પીપળો...
પૂરવ નું વેર લેવા ને વાલી આવિયો રે
બાયું ચડાવી માર્યું તીર પીપળો....
તીર લાગ્યું પ્રભુજી ની પાનીએ રે
તીરે લીધા પ્રભુજી ના પ્રાણ પીપળો...
પીપળે જે કોઈ પાણી રેડશે રે
તેના પિતૃ ને તૃપ્તિ થઈ જાય પીપળો....
જે કોઈ પીપળે આંટા ફરશે રે
તેના જન્મો જનમ ના પાપ જાય પીપળો...
પીપળો ગાય શીખે ને સુણે સાંભળે રે
એનો થાશે વૈકુંઠ માં રે વાસ પીપળો...
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ