શ્યામ ભજન મંડળ#
#જશવંતપુરા #
#ખડાલ#
#ભજનકીર્તન #
#ભજનગુજરાતી #
તમને ક્યાં બેસાડુ મારા રામ ઝુંપડી🏠 નાની છે
આજે રામ પધાર્યા મારે ઘેર ઝુંપડી નાની છે
વનવગડાંના ફુલ વીણી લાવુ
એ ફુલ ની હું શેરીઓ સજાવુ
તમને કાટાં ના વાગે મારા રામ ઝુંપડી🏠 નાની છે
આજે રામ પધાર્યા મારા ઘેર ઝુંપડી નાની છે
વનવગડાંના પાનાં વીણી લાવુ
એ પાનાં ના હૂ આસન બનાવુ
એના પર બેસાડુ મારા રામ ઝુંપડી🏠 નાની છે
આજે રામ પધાર્યા મારા ઘેર ઝુંપડી નાની છે
વનવગડાંના ના નીર ભરી લાવુ
એ નીર થી હું પગ પખારુ
પગલાં પડાવી મારે ઘેર ઝુંપડી🎪 નાની છે
આજે રામ પધાર્યા મારે ઘેર ઝુંપડી નાની છે
વનવગડાંના ના બોર વીણી લાવુ
એ બોરની હું થાળીઓ સજાવુ
મારા હાથે જમાડુ મારા રામ ઝુંપડી🎪 નાની છે
આજે રામ પધાર્યા મારા ઘેર ઝુંપડી નાની છે
તમને ક્યાં બેસાડુ મારા રામ ઝુંપડી🎪 નાની છે
#વૈકુઠ ભજન મંડળ#જલારામ મંડળ#સખ મંડળ#
ગોપી ભજન મંડળ 🌹🌹🌹🌹🌹🚩🚩🚩🚩🚩
શ્યામ ભજન મંડળ જશવંતપુરા ખડાલ