જમાઈ ના ઠેકાણા નહીં 🌷હસી હસીને🤣પેટમાં દુખ્યાવે એવું જમાઈ રાજા નું ફટાણું comedy wedding song
જમાઈ ના ઠેકાણા નહીં 🌷હસી હસીને🤣પેટમાં દુખ્યાવે એવું જમાઈ રાજા નું ફટાણું comedy wedding song
#એકડોઘુંટીયોબગડોઘૂંટિયોતગડોઆવડ્યોનહીં
એકડો ઘુંટીયો બગડો ઘૂંટિયો
તગડો આવડ્યો નહીં
જમાઈ તમારા ભણવાના ઠેકાણા નહિ
જુનિયર ભણ્યા સિનિયર ભણ્યા
દસમી પાસ થયા નહીં
ફેનીલ તારા ભણવાના ઠેકાણા નહીં
શૂટ પેર્યુ બુટ પહેર્યા
ટાઈ બાંધતા આવડ્યું નહીં
ફેનીલ તને ટાઈ બાંધતા આવડ્યું નહીં
સ્કૂટર ચલાવ્યું બાઈક ચલાવી
કાર ચલાવતા આવડી નહીં
ફેનીલ તને કાર ચલાવતા આવડી નહીં
વીટી પહેરી ઘડિયાળ પેરી
જોતા આવડ્યું નહીં
ફેનિલ તને જોતા આવડ્યું નહીં
પાવડર છાંટિયો મેકઅપ કર્યો
મોઢાના ઠેકાણા નહીં
ફેનીલ તારા મોઢા ના ઠેકાણા નહીં
રસ પુરી ખાધા ગુલાબજાંબુ ખાધા
દાળ ભાત ખાતા આવડ્યું નહીં
ફેનિલ તારા ખાવાના ઠેકાણા નહીં
જમણ જમ્યા પાણી પીધું
મોઢું ધોયું નહિ
ફેનીલ તે મોઢું ધોયું નહીં
એકડો ઘુંટીયો બગડો ઘૂંટિયો
તગડો આવડ્યો નહીં
જમાઈ તમારા ભણવાના ઠેકાણા નહિ
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏