MENU

Fun & Interesting

શિવ ડુંગરાવાળા કેવાણા સદાશિવ મહાદેવા - અરૂણાબેન (કિર્તન લખેલું નીચે છે) શ્રાવણ માસ 2023

Nimavat Vasantben 491,521 2 years ago
Video Not Working? Fix It Now

શિવ ડુંગરા વાળા કેવાણા સદાશિવ મહાદેવા શિવ સ્મશાનમાં રહેવાવાળા સદાશિવ મહાદેવા શિવને કંઠે છે મુંઢ ની માળા સદા શિવ મહાદેવા શિવને ગળે મણીધર ડોલે સદાશિવ મહાદેવા શિવને ઘરે ઉમૈયા સતી સદાશિવ મહાદેવા સતીની સૈયરુ બેસવા આવી સદાશિવ મહાદેવા સાથે લક્ષ્મીજીને લાવ્યા સદાશિવ મહાદેવા એવા લક્ષ્મીજી મેણલા બોલ્યા સદાશિવ મહાદેવા એ તો સ્મશાન માં રેહવા વાળા સદાશિવ મહાદેવા બેની તારાતે સ્વામી કેવા કહેવાય સદાશિવ મહાદેવા તેને મહેલની શું હોય ભાન સદાશિવ મહાદેવા ત્યાં તો ડુંગરા ડોલવા લાગ્યા સદાશિવ મહાદેવા એવા સતી ક્રોધે ભરાણા સદાશિવ મહાદેવા સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા સૈયરુ ગયું છે એના ઘેરે સદાશિવ મહાદેવા એવી શિવને સમાધિ છૂટી સદાશિવ મહાદેવા શિવ આવ્યા સતીની પાસે સદા શિવ મહાદેવા સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા શિવ હસી એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા સતી એવી તે શું છે વાત સદાશિવ મહાદેવા વાત કરો તો ઉકેલ આવે સદાશિવ મહાદેવા સતી એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા સૈયરુ આવ્યા તા આપણા ઘેરે સદાશિવ મહાદેવા એવા લક્ષ્મીજી મેણલા બોલ્યા સદાશિવ મહાદેવા એવા મેણલા કેમ ખમાય સદાશિવ મહાદેવા સ્વામી આપણે સણાવો મહેલ સદાશિવ મહાદેવા શીવે પલમાં તે મહેલ ઊભા કર્યા સદાશિવ મહાદેવા ટાક્યા હીરા માણેક ને મોતી સદાશિવ મહાદેવા શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા સતી મહેલમાં મેલો કુંભ ઘડો સદાશિવ મહાદેવા સતી ગયા છે કૈલાસ ધામ સદાશિવ મહાદેવા સતી ગયા એની સૈયરુ ઘેરે સદાશિવ મહાદેવા સૈયરુ ચાલો અમારે ઘેરે સદાશિવ મહાદેવા મારે મેલવો છે કુંભ ઘડો સદાશિવ મહાદેવા ત્યાં તો લક્ષ્મીજી એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા ક્યાં સ્મશાને મેલશો કુંભ ઘડો સદાશિવ મહાદેવા સતી નો રે બોલે ન ચાલે સદાશિવ મહાદેવા સૈયરૂ આવે સતીના ઘરે સદાશિવ મહાદેવા સતીએ મહેલમાં મુક્યો કુંભ ઘડો સદાશિવ મહાદેવા સૈયરુ ગયું એના ઘરે સદા શિવ મહાદેવા શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા સતી ચાલો હવે મહેલમાં રહેવા જઈએ સદાશિવ મહાદેવા સતી એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા મહેલમાં એમ નો રેવા જવાય સદાશિવ મહાદેવા મહેલમાં હવન કરીને રેવા જઈએ સદાશિવ મહાદેવા આપણે બોલાવો પંડિત બ્રાહ્મણ સદાશિવ મહાદેવા શિવ ગયા છે પંડિત ગોતવા સદાશિવ મહાદેવા શીવે આખી લંકા ડોળી સદાશિવ મહાદેવા એક મળ્યા છે રાવણ ભુદેવ સદાશિવ મહાદેવા સાત વાગ્યા ને હવન ચાલુ થયા સદાશિવ મહાદેવા બાર વાગ્યાને ફળ ફૂલ ખાધા સદા શિવ મહાદેવા પાચ વાગ્યા ને બીડલા હોમાયા સદાશિવ મહાદેવા શિવે સાધુ બ્રાહ્મણને જમાડ્યા સદાશિવ મહાદેવા શિવે બ્રાહ્મણને દક્ષિણા દીધી સદા શિવ મહાદેવા બાકી રહ્યા એક રાવણ દેવ સદાશિવ મહાદેવા શિવ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા તમને શું રે આપુ દક્ષિણા સદાશિવ મહાદેવા રાવણ એમ જ કહીને બોલ્યા સદાશિવ મહાદેવા અમને રહેવા આપો તમારો મહેલ સદાશિવ મહાદેવા શિવે સતીની સામુ જોયુ સદાશિવ મહાદેવા સતીએ ધીરેથી મસ્તક નમાવ્યું સદાશિવ મહાદેવા શિવે તથાસ્તુ એમ જ કીધું સદાશિવ મહાદેવા સતી શિવને એમ જ બોલ્યા સદાશિવ મહાદેવા સ્વામી ચાલો આપણે ડુંગરે રહેવા જાઇ સદાશિવ મહાદેવા ત્યાં નો માગે એકે પાણો સદાશિવ મહાદેવા શિવ દેવોના દેવ કહેવાણા સદાશિવ મહાદેવા શિવ ડુંગરા વાળા કેવાણા સદાશિવ મહાદેવા શિવ સ્મશાનમાં રહેવાવાળા સદાશિવ મહાદેવા #Vasantben #કીર્તન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ

Comment