સત્તા પર આવતાની સાથે જ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ઈલીગલની સાથે સાથે લીગલ ઈમિગ્રેશન પર પણ નિયંત્રણ મૂકવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા ઈલીગલ ઈમિગ્રન્ટ્સને પકડીને ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. જોકે, ઈમિગ્રેશન અંગેનું તેમનું આ વલણ તેમના માટે બૂમરેંગ સાબિત થઈ શકે છે. તેના કારણે અમેરિકામાં લેબર શોર્ટેજ સર્જાવાની શક્યતા છે અને તેના કારણે ઈકોનોમિક ગ્રોથ નબળો પડી શકે છે અને મોંઘવારી પણ વધી શકે છે. જાન્યુઆરીમાં સત્તા સંભાળી તે સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશન અંગે કેટલાક એક્ઝિક્યુટિવ ઓર્ડર સાઈન કર્યા હતા. તેમાંથી મોટા ભાગના ઓર્ડર ઈલીગલ ઈમિગ્રન્ટ્સને અમેરિકામાં ઘૂસતા રોકવા માટેના હતા. પરંતુ તેમણે લીગલ પાથવે સામે પણ એક્શન લીધી હતી જેમાં યુએસ-મેક્સિકો બોર્ડર પર અસાયલમ સીકિંગ પ્રક્રિયા બંધ કરવી અને રેફ્યુજીસ માટે ફ્લાઈટ્સ રદ કરવી જેવા નિર્ણયો સામેલ છે. પરંતુ એક્સપર્ટ્સનું કહેવું છે કે ઈમિગ્રેશન પર ટ્રમ્પની એક્શનથી અમેરિકાને ફટકો પડી શકે છે.