લીલુડા વાસના મંડપ રોપાવ્યા (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Lagan Song | Gujarati Song
ગીત:-
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલી એ તોરણ બંધાવ્યા જી રે
હું તમને પૂછું મારા બેની જાનવીબેન મંડપ કોણે રોપાવ્યા જી રે
દાદા માવજીભાઈ હોય રે હોશિલા મંડપ એણે રોપાવ્યા જી રે
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલી એ તોરણ બંધાવ્યા જી રે
હું તમને પૂછું મારા બેની ખુશીબેન કુટુંબ કોણે તેડાવ્યા જી રે
કાકા વિપુલભાઈ હોઈ રે હોશિલા કુટુંબ એણે તેડાવ્યા જી રે
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલી એ તોરણ બંધાવ્યા જી રે
હું તમને પૂછું મારા બેની રે નિધીબેન મામેરા કોણે ભરાવ્યાજી રે
મામા અરવિંદભાઈ હોય રે હોશિલા મામેરા એણે ભરાવ્યાજી રે
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલી એ તોરણ બંધાવ્યા જી રે
હું તમને પૂછું મારા બેની રે જાનવીબેન જાનુ કોણે તેડાવી જી રે
વીરા આદર્શભાઈ હોય રે હોશિલા જાનુ એણે તેડાવી જી રે
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલી એ તોરણ બંધાવ્યા જી રે
હું તમને પૂછું મારા બેની રે ખુશીબેન ઢોલ કોણે વગાડ્યા જી રે
ફુવા વિનુ જમાઈ હોય રે હોશિલા ઢોલ એણે વગાડ્યા જી રે
લીલુડા વાસના મંડપ રોપાવ્યા ડેલીએ તોરણ બંધાવ્યા જી રે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage