લખેલું છે 🌹 કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને રે સંભળાવજે ,🌹 વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પરમાર
મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો
..............................ભજન.............................
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને રે સંભળાવજે (૨)
કાના તારી મોરલી ના ઝીણા ઝીણા સુર છે
ઝીણા ઝીણા સુર કાના મારાથી સંભળાઈ નઈ
તમે સાંભળો રાધા રાણી રે તમે ફૂલડાં વિણવા આવજો
તારા રે બગીચામાં કાના લીલાં પીળાં ફૂલ છે
લીલાં પીળાં ફૂલ કાના મારાથી વિણાય ના
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી........
તમે સાંભળો રાધા રાણી રે (૨) તમે ગાયો દોહવા આવજો
તારા રે વાડામાં કાના કાળી ધોળી ગાય છે
કાળી ધોળી ગાય કાના મારાથી દોહવાય ના
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને........
તમે સાંભળો રાધા રાણી રે (૨) તમે રાસ રમવા આવજો
તારા રે ફળિયામાં કાના નાની મોટી ગોપીઓ
ગોપીઓનાં મેણાં કાના મારાથી સંભળાઈ ના
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને........
તમે સાંભળો રાધા રાણી રે (૨) તમે દડો રમવા આવજો
તારી રે સાથે કાના નાના મોટા ગોવાળિયા
ગોવાળિયા ની સાથે કાના મારાથી રમાય નહિ
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી મને........
તમે સાંભળો રાધા રાણી રે (૨)તમે ભજન સાંભળવા આવજો
ભજન સાંભળવા આવજો ને કાનાને લાવજો
કાનાને લાવજો ને દર્શન દેજો
વૃંદાવન મંડળ ને દર્શન દેજો
કાના તારી મોરલી ગોપાલ તારી મોરલી........