પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍.
મારે આંગણે પાક્યો રે આંબલો,
મેં તો મોતીડે પૂર્યા ચોક, ફૂલડે રે વરસે વાદળી
જનક રાજાએ મંડપ રૂડો રોપિયો
આવી આવી અયોધ્યાની જાન,.....
ફૂલડે રે વરસે વાદળી
પ્રથમ પરણ્યાં સીતાજી શ્રીરામને,
એની જોયા સરખી જોડ..... ફૂલડે રે.
વર્યા ઉર્મિલા લક્ષ્મણ લાલને,
જાણે ખીલ્યો ગુલાબનો છોડ .....ફૂલડે રે.
ભાવે પરણી ભરતજીને માંડવી,
જેવા શોભે રાધા ને રણછોડ .....ફૂલડે રે.
શ્રૃતિકિર્તી શત્રુઘ્નને એમાં જોડમાં
નહીં ખામી કે ખોડ .....ફૂલડે રે.
ગડગડે ત્રંબાખું વાજાં વાગતા,
વાગે શરણાઈ ને ઢબુકે છે ઢોલ.... ફૂલડે રે.
મોટા મુનિવર આશિષ આપતા,
ચિરંજીવી હો ચારેય જોડ..... ફૂલડે રે.
જમ્યા જાનૈયા મોતીચૂર લાડવા,
આપ્યા લવિંગ સોપારી ને પાન....ફૂલડે રે.
રાજા જનકે દીધો છે દાયજો,
હાથી-ઘોડલા લાખ કરોડ.... ફૂલડે રે.
દીધાં સાલ-સેલાંને સાડીઓ,
હેમ હારને હિંડોળા ખાટ .....ફૂલડે રે.
વિદાય આપી જનકજી આ જાનને,
કર જોડી કરે છે પ્રણામ...... ફૂલડે રે.
માતા કરતી કુંવરીઓના પોંખણા,
સોના મહોરે કરે ઓળઘોળ...... ફૂલડે રે.
દાન દીધા છે ગવરી ગાયોનાં,
કોણ કરે દશરથજીની હોડ......ફૂલડે રે.
પ્રેમે આપી પુરુષોત્તમને પાઘડી,
પૂર્યા પૂર્યા છે મનના કોડ ......ફૂલડે રે.
જો કોઈ ગાય, શીખે ને સાંભળે,
એનો હોજો અયોધ્યામાં વાસ......ફૂલડે રે.
મારે આંગણે પાક્યો રે આંબલો,
મેં તો મોતીડે પૂર્યા ચોક, ફૂલડે રે વરસે વાદળી
#satsang#દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar