હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો || નીચે લખેલું છે કિર્તન || ગણેશા કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
______________ કિર્તન _______________
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
નવ નવ માસ મને ઉદર મા રાખ્યો
જનમ થયો ને ગોળ પાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો.......
છઠ્ઠા દિવસે મારી છઠ્ઠી રે કરી
સુતર ના તાંતણે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો.......
પાંચ મહીને મને બેસતા શીખવાડ્યું
બેસતા ને હું પડછાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો......
વર્ષ થતાં મને ચાલતા શીખવાડ્યું
ચાલતા હું પડી ગયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો.......
પાંચ વર્ષે મને ભણવા બેસાડ્યો
ગુરુ ના વચને બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો.....
વીસ વર્ષે મારા લગન લેવાયા
સંસાર ના તાંતણે બંધાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો....
૬૦ વર્ષે મારૂ ઘડપણ આવ્યું
ખુણામાં ખાટલો ઢળાયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો......
સીતેર વર્ષે મારૂ મરણ આવ્યું
વાંસની ખાટલીએ બાંધ્યો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો.....
બાર દિવસે મારી ક્રીયા ઉજવાણી
જમવા મા મિઠાઈ જમાડી પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો......
ત્રણ વર્ષે મારૂ શ્રાદ્ધ નખાણુ
નેવે બેસાડી જમાડ્યો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
કાગ માં મને ગણયો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો
હવે જનમ નથી લેવો પ્રભુજી મારે હવે જનમ નથી લેવો