પ્રસ્તુત કર્તા :- રસીલાબેન, કાજલબેન અને પ્રજ્ઞાબેન
સંપાદન કર્તા :- નિશા (editor) અમારા કીર્તન ગમે તો લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો 🔔👍
..... કીર્તન...
રૂક્ષ્મણી તો મહિયર જઈ આવ્યા રે
આવે તેના સાસુને પગે પડા રે
રુકમણી ના સાસુ મેણલા બોલ્યા રે
કહો વહુજી પગે પૈણું શું લાવ્યા રે
રુક્ષ્મણીને છટકે સડી રીસ રે
બાય જી અમે પગે પડામણ નથી લાવ્યા રે
રૂક્ષ્મણીએ દાદાને કાગળ લખીયા રે
દાદા મારા સાસુજી મેણલા બોલા રે
કહો વાહુ જી પગે પડામાણ શુ લાવ્યા રે
દાદાજીએ વળતા કાગળ લખીયા રે
દિકીરી પહેલો અક્ષર નો વાંચશો રે
બીજો અક્ષર સાસુજીને વંચાવજો રે
નથી મારા દાદાએ મંડપ રોપાવ્યા રે
નથી મારી માતા એ વર પોંખ્યા રે
નથી મારા વીરાએ જવ તલ હોમા રે
નથી મારી ભોજા એ માથડા ગુથ્યા રે
નથી મારા વીરા એ જાન તેડાવી રે
નથી મારી બેની એ શણગાર સજાવા રે
નથી મારી સહેલી વળાવા આવ્યા રે
કૃષ્ણ મને હરણ કરીને લાવીયા રે
કહો બાઈજી પગે પૈણું શાનું માંગો રે
રુક્ષ્મણીના સાસુ એમ જ બોલ્યા રે
હવુ જી તમે કયા કયા વ્રત કી ધારે
ત્યારે તમને આવું સાસરિયું મળ્યું રે
બાજી અમે ભોળા મહાદેવ પુજવા ગયાતા રે
એને અમે ગુલાબના હાર ચડાવ્યા રે
તેરે મુજને વાસુદેવ સસરા મળ્યા રે
બાજી અમે ભોળામહાદેવ પુજવા ગયાતા રે
એને અમે જાસૂદના ફૂલ ચડાવ્યા રે
ત્યારે અમને દેવકીજી સાસુ મળ્યા રે
બાજી અમે ભોળામહાદેવ પુજવા ગયાતા રે
તેને અમે હલદી ને ચંદન ચડાવ્યા રે
ત્યારે અમને સુભદ્રા નણંદ મળ્યા રે
બાજી અમે ભોળામહાદેવ પુજવા ગયાતા રે
એને અમે દૂધ અને જળ ચડાવ્યા રે
તારે અમને શામળશા જેવા સ્વામી મળ્યા રે
રુક્ષ્મણી વિવાહ ગાશેવાશે ને વ્રજમાં જાશે રે
#satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #ગુજરાતીભજન #satsangibhajanmandal
#satang_kirtan #gujaratikirtan #ગુજરાતીકીરતન #gujjuparivar