લખેલું છે. |હોળીનું સરસ |કનૈયા રે તને બોલાવે વ્રજની નારી કે હોવે હોવે. |વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા.
( રાગ : વાણ હાંકો મેવાસી વણઝારા)
.............................ભજન........................
હોળી આવી કનૈયા રંગ રમવા
આવો આવો કનૈયા રંગ રમવા
કનૈયા રે........તને બોલાવે વ્રજની નારી કે હોવે હોવે બોલાવે વ્રજની નારી કનૈયો રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ .......
ઘેર ઘેર ગોકુળિયું શણગાર્યું
મારા વ્હાલા રે.......ઉડે અબીલ ગુલાલ કે હોવે હોવે ઉડે અબીલ ગુલાલ કનૈયા રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ......
મેં તો તાંબા તે કુંડી રંગે ભરી
મારાં વહાલાં રે.......રંગની રેલમછેલ કે હોવે હોવે રંગની રેલમછેલ
કનૈયા રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ.......
તું તો જમનાના કાંઠે આવજે
મારા વ્હાલા રે......... રંગભેર રમશું આજે કે હોવે હોવે રંગભર રમશું આજે કનૈયા રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ........
મેં તો અબીલ ગુલાલની ઝોરી ભરી
મારા વ્હાલા રે....... પીચકારી તૈયાર કે હોવે હોવે પીચકારી તૈયાર કનૈયા રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ.........
વૃંદાવન મંડળ ની એક જ વિનંતિ
મારા વ્હાલા રે........આપજો વ્રજમાં વાસ કે હોવે હોવે આપજો વ્રજમાં વાસ કનૈયા રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ.........
હોળી આવી કનૈયા રંગ રમવા
આવો આવો કનૈયા રંગ રમવા
કનૈયા રે.......... તને બોલાવે વ્રજની નારી કે હોવે હોવે બોલાવે વ્રજની નારી કનૈયો રંગ રમવા
હોળી આવી કનૈયા રંગ.........