પારડી માં ભંડારી સમાજના સાહસિક મહાનુભાવો એ નર્મદા માતાની પરિક્રમા 86 દિવસમાં પૂર્ણ કરતા સન્માન કરાયો
વાપી તાલુકાના સલવાવ ગામના રહેવાસી અને પારડીતાલુકાના કીકરલા ગામના રહેવાસી ભંડારી સમાજના સાહસિક મહાનુભાવો 2850 કિલોમીટર ની નર્મદા મૈયા ની પગપાળા પરિક્રમા 86 દિવસમાં પૂર્ણ કરી પરત ફરતા આજરોજ ભંડારી સમાજ પારડીના અગ્રણીઓએ એમનો સન્માન સમારોહ યોજાયો હતો અને તમામ લોકોએ એમનો બંને મહાનુભાવોનો સન્માન કરી વધાવી લીધા હતા વાપી તાલુકાના સલવાવ ગામના રહેવાસી કાંતિભાઈ હરિભાઈ ભંડારી અને પારડી તાલુકાના કીકરલા ગામના રહેવાસી પ્રમોદભાઈ મોહનભાઈ ભંડારી જેવો કે તારીખ 21 નવેમ્બર 2024 ના રોજ પવિત્ર નર્મદા મૈયા ની પગપાળા પરિક્રમા યાત્રા શરૂ કરી હતી અને તારીખ 14 ફેબ્રુઆરી 2025 ના રોજ તેઓએ 86 દિવસ બાદ પરિક્રમા પૂર્ણ કરી હતી તેઓએ આ યાત્રા ઓમકારેશ્વર મંદિર મધ્ય પ્રદેશ થી શરૂ કરી હતી અને ભીમલેશ્વર દક્ષિણ તટ મીઠી તલાઈ ઉત્તર અને 22 કિલોમીટર ખંભાતના અખાત રત્નસાગર સંગમ ની પરિક્રમા કરી કુલ 2850 કિલોમીટર ની લાંબા અંતરની માતા નર્મદા નદીની પરિક્રમા પૂર્ણ કરી હતી આ પરિક્રમા દરમિયાન લાખો દેવી-દેવતાઓના પવિત્ર મંદિર અને સાધુ સંતોના તપસ્યા સ્થળો ના દર્શન તેઓએ કર્યા હતા. માતાન નર્મદાના કિનારે કિનારે આ પરિક્રમા તેઓએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સતત કરી હતી રાત્રે તેઓ વિશ્રામ કરતા હતા બંને ભંડારી સમાજના વરિષ્ઠ નાગરિક હોવા છતાં પણ સાહસિક રીતે પરિક્રમા પૂર્ણ કરી તેવો પરત આવ્યા હતા એમના આ સાહસને પારડી ભંડારી સમાજના અગ્રણીઓ એ ખુશી આનંદ પુર્વક વધાવી લીધો હતો પારડીના અગ્રણી દિનેશભાઈ ભંડારી અમરતભાઈ ભંડારી કિર્તીભાઈ ભંડારી અમિતભાઈ ભંડારી કાંતિભાઈ ભંડારી વરિષ્ઠ નાગરિક મંડળના પ્રમુખ એન કે દેસાઈ પંચ કૈલાસી રાજેન્દ્રભાઈ મૈસુરિયા અજીતભાઈ ભંડારી જયંતીભાઈ ભંડારી સહિત સમાજના મહિલા અગ્રણીઓ ભેગા મળી આજરોજ પારડી સાંઈ હોલમાં સન્માન સમારોહ યોજાયો હતો આ સન્માન સમારોહમાં સાહસિક ભંડારી સમાજના ગૌરવ સમાજ એવા કાંતિભાઈ ભંડારી પ્રમોદભાઈ ભંડારી બંને જણાનો ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યો હતો અને અભિનંદન પઠાવવામાં આવ્યા હતા બંને મહાનુભાવો એ એમણે કરેલી કઠિન યાત્રા વિશે જાણકારી આપી હતી. સમાજના મહાનુભાવો એ એમણે કરેલી સાહસ પૂર્વક કઠિન યાત્રાને પોતાના શબ્દોમાં વર્ણવી એમને વધાવી લીધા હતા અભિનંદન આપ્યા હતા