કાલે રે સવારે બેનનો માંડવો (લગન ગીત નીચે લખેલું છે) Lagan Geet | Gujarati Song | Gujarati Lagan Geet
ગીત:-
નાગદેવ ધરતીમાં બિરાજે સૂર્યદેવ ઝબકીને જાગે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
દાદા એના મંડપ રોપવે માતા એના મંડપડામાં માલે કાલે રે સવારે બેનનો માંડવો
નાગદેવ ધરતીમાં બિરાજે સૂર્યદેવ ઝબકીને જાગે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
કાકા એના કુટુંબડા તેડાવે કાકી એના કુટુંબડામાં માલે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
નાગદેવ ધરતીમાં બિરાજે સૂર્યદેવ ઝબકીને જાગે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
મામા એના મામેરા લઈ આવે મામી એના મામેરા વધાવે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
નાગદેવ ધરતીમાં બિરાજે સૂર્યદેવ ઝબકીને જાગે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
વીરા એના જાનુ તેડાવે ભોજાઈ એના જાનુમાં માલે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
નાગદેવ ધરતીમાં બિરાજે સૂર્યદેવ ઝબકીને જાગે કાલે કાલે રે સવારે બેનનો માંડવો
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage