જનક ને સીતા હોય રે લાડકડા || નીચે લખેલું છે કિર્તન|| સ્વરઃ નયનાબેન લાડવા || ગણેશા કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
&__________________ કિર્તન ________________&
જનક ને સીતા હોય રે લાડકડા
લાડકડી સાસરીયે જાય સીતાજી ને લાડ લડાવો
જનક રાજા તો દશરથ ને વિનવે
સાંભળી લ્યો મારી વાત સીતાજી ને લાડ લડાવો
તમારા કુળમાં નથી રે દીકરી
દીકરી ના સુખ દુખ તમે શું જાણો
લાડકડી તમને સોંપી દવ સીતાજી ને લાડ લડાવો
જનક ને સીતા હોય રે.......
લાટકડી સાસરીયે જાય......
થોડા દિવસ તમે લાડ લડાવ્યા
દશરથ સ્વર્ગે જાય સીતાજી ને લાડ લડાવો
મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે
કરમે લખ્યો વનવાસ સીતાજી ને લાડ લડાવો
રામ ના પગલે સીતાજી ચાલે
તોય રાવણ હરણ કરી જાય સીતાજી ને લાડ લડાવો
રાવણ ને મારી સીતા પાછા રે લાવ્યા
પાછા અયોધ્યા માં જાય સીતાજી ને લાડ લડાવો
રામ અને સીતા ગાદી એ બીરાજે
અયોધ્યામાં આનંદ આનંદ થાય સીતાજી ને લાડ લડાવો
મેં રે જાણ્યું કે સીતા રાજ ભોગવશે
ધોબીડો મેણાં બોલી જાય સીતાજી ને લાડ લડાવો
રાતો રે રાત સીતા ને વનમાં વળાવિયા
લક્ષ્મણજી મેલવા ને જાય સીતાજી ને લાડ લડાવો
ગંગા ને કાંઠે સીતા ને ઉતાર્યા
લક્ષ્મણ રથડા રોક સીતાજી ને લાડ લડાવો
આડા ફરી સીતા એ રથડા રોક્યા
દેરીડા એકલી ના મેલ સીતાજી ને લાડ લડાવો
સતી સીતાજી મન માં મુંઝાણા
લક્ષ્મણ એકલી ના મેલ સીતાજી ને લાડ લડાવો
માડી નો જાયો હોય તો એકલી ના મેલે
સાસુ નો જાયો મેલી જાય સીતાજી ને લાડ લડાવો
પાયે પડી ને લક્ષ્મણ બોલ્યા
રૂઠી ગયો તારો રામ સીતાજી ને લાડ લડાવો
રૂઠેલા રામ ને કોણ મનાવે
સાસરિયા મા નથી તારૂ કોઈ સીતાજી ને લાડ લડાવો
બાવલીયા ને ગુરૂજી ની સેવા રે કરજો
બાવલીયા કરશે બેડો પાર સીતાજી ને લાડ લડાવો
અમર રહેશે તારૂ નામ સીતાજી ને લાડ લડાવો
જનક ને સીતા હોય રે લાડકડા
લાડકડા સાસરીયે જાય સીતાજી ને લાડ લડાવો