રામાપીર નું સુંદર કિર્તન || રણમાં રામાપીરે રણુજા બનાવી || નીચે લખેલું છે કિર્તન || કષ્ટભંજન કિર્તન
અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો
____________________ કિર્તન __________________
રણમાં રામાપીરે રણુજા બનાવી
ફરતી રચાવી ફુલવાડી રામાપીરે રણુજા બનાવી
રામા તે પીરને બીજ બહુ વાલી
બીજ નાં પાઠ મંડાય રે રામાપીરે રણુજા બનાવી
રણમાં રામાપીર રણુજા બનાવી
ફરતી રચાવી ફૂલવાડી......
રામા તે પીર પીરને પાંચમ બહુ વાલી
પાંચમેં પોકરણ ગઢ પધાર્યા રામાપીરે રણુજા બનાવી
રણમાં રામાપીરે રણુજા બનાવી
ફરતી રચાવી ફુલ વાડી......
રામા તે પીરને સાતમ બહુ વાલી
સાતમે સમાધિ ચડાવે રામાપીરે રણુજા બનાવી
રણમાં રામાપીરે રણુજા બનાવી
ફરતી રચાવી ફૂલવાડી.....
રામા તે પીર ને નોમ બહુ વાલી
નોમના નેજા બંધાય રે રામાપીર રણુજા બનાવી
રણમાં રામાપીરે રણુજા બનાવી
એમાં ફરતી રચાવી ફૂલવાડી્...
રામા તે પીર ને અગિયારસ બહુ વાલી
અગિયારસના દર્શન દીધા રામાપીરે રણુજા બનાવી
રણમાં રામાપીર રે રણુજા બનાવી
ફરતી રચાવી ફુલ વાળી.....
રામા તે પીર ને તેરસ બહુ વાલી
તેરસના તિલક તાણીયા રામાપીરે રણુજા બનાવી
રામા તે પીર ને પૂનમ બહુ વાલી
પૂનમની જ્યોત જલાવો રામાપીરે રણુજા બનાવી
રણમાં રામાપીર રણુજા બનાવી
એમાં ફરીતી રચાવી ફૂલવાડી રામાપીરે રણુજા બનાવી