आदिवासी दिवस समारोह | प्रस्तुत सांग नृत्य पोशीना कोटड़ा खेडब्रह्मा दांत साबरकांठा poshina2022
भंवरलाल पारगी द्वारा प्रस्तुत सांग भजन....
आदिवासी संस्कृति को बताते हुए हमारी सरकार की योजनाओं पर भी कटाक्ष रहता है। इनका एक एक शब्द मोती की तरह है।
#villagelife #indiantrib #tribe #adivasi # tribgujrat #poshina
તા-09-08-2022 ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સ્થાનિય લોકપ્રિય લોકકલાકાર ભંવરલાલ દ્વારા લેખન અને સ્વર પણ તેમનો પોતાનો....આજે બહુ લોકો સાંભળી રહ્યાં છે...જે સ્થાનિય લોકબોલીમાં છે.
તેનું ગુજરાતી અનુવાદ નીચે પ્રમાણે થાય છે...
https://youtu.be/XQKO8VHt36A
સોનેરી સુરજ ઊગ્યો છે.
(એક સહેલી બીજી સહેલીને કહે છે)
આદિવાસીઓનો દિવસ છે. ...હૂં જોઈને આવું.....
કોટડાવાળા ચોકમાં..........હું જોઈને આવું...
માથે પાઘડીવાળાઓને.....હું જોઈને આવું
તીર કબાણવાળાઓને .......હું જોઈને આવું
ગોતરે રમણાવાળાઓને ...હું ......જોઈને...
ડુંગરના રખેવાળો (રક્ષકો) ....હું જોઈને....
મહાદેવના પુજારીઓને .....હું જોઈને...
દેવરા પુજવાવાળાઓને.....હું જોઈને...
શિકાર રમણાવાળાઓને.....હું જોઈને....
ઢોલે નાચવા વાળાઓને.....હું જોઈને ...
કોસ હાકવાવાળાઓને ...હું જોઈને..
(જો પાટલી વાગે છે ललीतम्)
વાઘજોડે ફરવા વાળાઓને...હું જોઇને આવું...
ગીતાના ગાનારાઓને હું જોઈને આવું
રામાયણ લખવાવાળાઓને... હું જોઇને આવું...
(બધા અહીં થી જ છે ललीतम्)
અનાજના પોઠારીઓને...હું જોઈએ આવું...
સરખી સહેલી ઓનો સાથ છે ..હું જોઈને આવું
વિકાસ ક્યાં અટક્યો છે .હું કહેતી આવું
ચુમોતેર વરસ તમે છેતર્યા..હું કહેતી આવું
સ્કૂલ..બાલવાડી. ધાહી પડે છે હું કહેતી આવું
(તત્કાળ સ્કૂલ અને બાલવાડી વિસ્તારમાં ધહી પડી હતી)
છોકરાઓને હવે ક્યાં ભણાવીએ... હું કહેતી આવું
(ખાલી હાજરી ભરાય છે ललीतम्)
ઓનલાઇનનો જમાનો છે.. હું જોતી.. આવું..
પેપરો કેમ બહાર પડે છે... હું કહેતી... આવું..
બીએડ વાળા તમે રોવો છો ..... હું કહેતી... આવું
મધવાળી માખીઓ છીએ..... હુ કહેતી..આવું...
ઊંગેલાઓને શું કામ જગાડો શો... હુ કહેતી..આવું
#ललीतम्_स्मृतिकूंज
#villagelife #adivasi #adivasigeet #adivasisong #adivasidance #adivasicultur#poshina #rajasthan #jajsthani#lokkalakar