MENU

Fun & Interesting

વેંત ભરી વાંસલડી નો કટકો #ભજન #સત્સંગ (લખેલું છે)

Video Not Working? Fix It Now

વેંત ભરી વાંસલડી નો કટકો તેની મેતો મોરલી ઘડાવી રે મારા કૃષ્ણ કનૈયા ક્યાં તમે જમ્યા ને ક્યાં તમે ઉછરીયા કોણે તમને લાડ લડાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા મથુરામાં જન્મયાં ગોકુળમાં ઉછરીયા નંદબાબા એ લાડ લડાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા વેંત ભરી વાંસલડી નો કટકો તેની મેતો મોરલી ઘડાવી રે મારા કૃષ્ણ કનૈયા ક્યારે ઘડાવીને ક્યારે મઢાવી ક્યાં તમે ઘૂઘરી બંધાવી રે મારા કૃષ્ણ કનૈયા ગોકુળ ઘડાવી ને મથુરા મઢાવી વૃંદાવનમાં ઘૂઘરી બંધાવી રે મારા કૃષ્ણ કનૈયા કોના તમે જેર હર્યા કોના તમે ચીર પુર્યા કોના તમે દિલડા દુભાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા મીરાબાઈ ના ઝેર હર્યા દ્રોપદીના ચીર પૂર્યા દુર્યોધનના દિલડા દુભાવ્યા રે મારા કૃષ્ણ કનૈયા હેત ભરી વાંસલડી નો કટકો તેની મેતો મોરલી ઘડાવી રે મારા કૃષ્ણ કનૈયા કોના તમે સાળા ને કોના તમે વીરા કોના તમે પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા અર્જુનના સાળા ને દ્રૌપદીના વીરા રાધાજીના પ્રીતમ પ્યારા રે મારા કૃષ્ણ કનૈયા રાધાજીના પ્રીતમ પ્યારે મારા કૃષ્ણ કનૈયા વેંત ભરી વાંસલડી નો કટકો તેની મેતો મોરલી ઘડાવી રે મારા કૃષ્ણ કનૈયા..

Comment