હોળી ખેલે નંદલાલ, ચાલો ને જોવા જઈએ રે
ઉડે છે અબીલ ગુલાલ, ચાલો ને જોવા જઈએ રે
સાવરિયો આજે બન્યો મસ્તાનો,
રાધા ને સંગે ખેલે જશોદાનો જાયો,
મોર મુગટ તિલક ભાલ, ચાલો ને જોવા જઈએ રે
ભરી પીચકારી તન પર ડારે,
જળ ભરવા જાવુ જ્યારે જમુનાને આરે,
પાલવ પકડે મોરાર, ચાલો ને જોવા જઈએ રે
ઘર ઘરથી ગોપી રમવાને આવી,
કેસર ચંદન ઘોળીને લાવી,
ઘેરી લીધા નંદલાલા, ચાલો ને જોવા જઈએ રે
સહુને જાદુ કરી રંગમાં રોળ્યા,
કંઈકના ચુંદડી ને ચીર ભીંજાવીયા,
સાથે લઈ ગ્વાલ ને બાલ, ચાલો ને જોવા જઈએ રે
કોઈ રંગ રસિયા ને રંગે રમાડે,
કોઈ ભક્તિ રસના ભોજન જમાડે,
ગિરિરાજ મંડળ બજાવે ઝાંઝ, ચાલો ને જોવા જઈએ રે
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
##GURUKRUPA108
##SpecialKirtanOfHoliRasiya
##MahilaSatsang
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹