માંડવ વાઢવાનુ લગ્ન ગીત 🌷 માતા મોરા દળજો જીણા ઘઉં🏵️ સવારે જાવું રે માંડવ વાઢવા wedding song
માંડવ વાઢવાનુ લગ્ન ગીત 🌷 માતા મોરા દળજો જીણા ઘઉં🏵️ સવારે જાવું રે માંડવ વાઢવા wedding song
માતા મોરા દળજો જીણા ધંઉ
સવારે જાવું રે માંડવ વાઢવા
દયળા દયળા જીણા રે ઘંઉ
કઈ બાઈના દળેલ જીણા ધંઉ
કઈ બાઈ રે પકવાન પાળીયા
કઈ બાઈના રાંધેલ જીણા ધંઉ
કઈ બાઈ એ રે ભાતા બાંધીયા
કાંતા બાઈ ના દળેલ જીણા ધંઉ
રામા બાઈએ રે પકવાન પાળીયા
રંજન બાઈ ના રેળેલ ઘીમાં ઘી રે
મુકતા બાઈ એ રે ભાતા બાંધીયા
વેલુ જુતીયુ માજમ રાત
જઈ ને છુટીયુ રે હેરણ કાંઠડે
દીવા મેલીયા રસીયા કમાળ
સામી પોયળે રે ધોરીયા જોળીયા
ધોરી તારે કરકરીયારી ધ્રોસ
રાઈસ પરોણે હીરે જળીયો
મોઈલી વેલે કયા વોવ નો કંથ
વાહલી વેલે રે કઈ બાઈનો સાયબો
વાયઢા વાયઢા આલા લીલા વાસ
એક વાઢી રે સુખડ થાંભલી
ભર્યા ભર્યા ભારક ભાર
એક ભરી રે સુખડ થાંભલી
મોયલી વેલે નીશા વોવ નો કંથ
વાહલી વેલે રે મયુરી વોવ નો સાયબો
મોયલી વેલને મોતીળે વધાવો
વાહલી વેલે રે કેસર છાંટણા
માતા મોરા સુતા છો કે જાગો
અમે રે આયવા રે માંડવ વાઢીને
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏