સાચા સોની નું ઘડેલું મારુ ઝાંઝરુ રે (લગન ગીત નીચે લખેલું છે) Lagna geet | Fatana | Gujarati geet
ગીત:-
સાચા સોની નું ઘડેલું મારુ ઝાંઝરુ રે
ઝાંઝર જીગલ ને પેરાવો મારુ ઝાંઝરુ રે
વાંદરી વનડીએ જય ખખડાવે મારુ ઝાંઝરુ રે
સાચા સોની નું ઘડેલું મારું ઝાંઝરુ રે
ઝાંઝર શિવાની ને પહેરાવો મારું ઝાંઝરું રે
છછુંદર ચૂલે જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોનીનું ઘડેલું મારું ઝાંઝરું રે
ઝાંઝર આસ્થા ને પહેરાવો મારો ઝાંઝરું રે
કુતરી બજારે જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોની નું ઘરેલું મારું ઝાંઝરું રે
ઝાંઝર સોનલ ને પહેરાવો મારું ઝાંઝરુ રે
ગધેડી ઉકરડે જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોનીનું ઘડેલું મારું ઝાંઝરુ રે
ઝાંઝર મીરાંને પહેરાવો મારું ઝાંઝરુ રે
સાંઢીયો રણમાં જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોનીનું ઘડેલું મારુ ઝાંઝરું રે
ઝાંઝર રેશમા ને પહેરાવો મારો ઝાંઝરુ રે
ખૂંટ્યો વાડમાં જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોનીનું ઘડેલું મારુ ઝાંઝરું રે
ઝાંઝર રીંકલ ને પહેરાવો મારો ઝાંઝરુ રે
મીંદડી સીકે જઈ ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોની નું ઘડેલું મારુ ઝાંઝરું રે
ઝાંઝર કોમલ ને પહેરાવો મારો ઝાંઝરુ રે
ભૂંદરી ઉકરડે જય ખખડાવે મારુ ઝાંઝરું રે
સાચા સોની નું ઘડેલું મારુ ઝાંઝરું રે
#gausevaofficial #lagangeet #gujaratilagnageet #gujarati_traditional_kirtan #ગુજરાતી_લગન_ગીત #bhajan #satsang #gujrati #gujratibhajan #કીર્તન #ભજન #gujaratibhaktigeet #fatana