#સત્સંગ #mahilamandal #કીર્તન #bhajan #bhajansong #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #gujaratisong
======= કરેલા કર્મના બદલા દેવા રે પડે છે ======
દેવા તો પડે રે અંતે સૌને ને નડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
જીવડો લીધો તો એને શ્રવણ કુમારનો
અંધોને અંધી એને નજરે ચડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
દેણું દીધું એ રાજા દશરથ જાણે
પુત્રના વિયોગે એના દેહ રે પડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
અવધપુરીના રાજા રામે વાલીને માર્યો
ન્યાયના હણેલા બંધન લાગથી લડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
જગતનો નાથ તોએ કંઈ નવ ચાલ્યું
પ્રાચીના પીપળે એના ખોળીયુ પડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
લાજ રે લૂટાણી એની ભરી રે સભામાં
સર્વે સભા બેઠી છે નીચું રે જોઇ
કરેલા કર્મના બદલા દેવા રે પડે
કૌરવને માર્યા પછી પાંડવો પાસ્તાણા
હિમાલયમાં જઈને એના હાડ રે ગાળે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
વામનરૂપ ધરીને જ્યારે બલિરાજાને છેતર્યો
વગર વિચાર્યે વલો પગલા ભરે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
ભૂમિને માગવા ભુદરો પધાર્યા
પરોળીયો બનીને એના પેહેરા રે ભરે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
અમૃત કેરી જ્યારે વહેચણી થાતી તી
ચંદ્ર ને સૂર્ય એની ચાડીયું રે કરે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
એના કરેલા કર્મ એને આડા આવે
રાહુને જોઈને મોઢા કાળા રે પડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
દેવા તો પડે રે અંતે સૌને ને નડે
કરેલા કર્મના બદલા દેવા રે પડે
Album: કરેલા કર્મના બદલા દેવા રે પડે છે
Singer: રસીલા ઠુંમર
Copyright: Rasilaben thumar