હું છું તારી શબરી તું મારો છે રામ
તારા ભજનનો મને રંગ લાગ્યો. (૨)
હું તો તારા રંગે રંગાઈ મારા રામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
જપના જાણું તપ ના જાણું
કેવી રીતે માળા કરવી તે પણ જાણું
બસ હું તો જાણો પ્રભુ તારું એક નામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
હું છું તારી શબરી તું મારો છે રામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
વન ની કોયલડી તેડાવુ
રૂડા ભજનીયા ગવડાવુ
પોપટ મેના બોલાવું
રામ રામ જપતા શીખવાડુ
થનક થનક નાચે પ્રભુ વનડા નો મોર
તારા ભજનનો મને રંગ લાગ્યો
હું છું તારી શબરી......
વનના કપિરાજ ઢોલ વગાડશે
વનની વસંતી ફુલડા વેરાવશે
હવે તારી વાટડી જોવું મારા રામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
હું છું તારી શબરી.......
મારા ગુરુએ મને વચન આપ્યું
રામ તારો આવશે ને સ્વધામ લઈ જાસે
હવે નથી લેવું મારે બીજું કોઈ નામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
ભજનના જાણુ હું તો કીર્તન ના જાણું
કેવો હોય તાલ પ્રભુ એ પણ ના જાણું
મુખમાં છે તારું એક નામ મારા રામ
તારા ભજનનો મને રંગ લાગ્યો
હું છું તારી શબરી....
💐💐💐💐💐💐💐💐💐💐💐💐
#radha #કીર્તન #gujaratibhajan #સત્સંગ #krishna #ભજન #bhajan #trending #ગુજરાતી #lagangeet #radha #radheradhe #radhe #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #kirtan #krishna #krishnabhajan #gujarat #gujaratibhajan #bhakti #satsang_bhajan #mohan