MENU

Fun & Interesting

જાય બેની બા સાસરે માતા દીયે શિખામણજો (લગન ગીત નીચે લખેલું છે) Lagan Song | Gujarati Lagan Geet

Gau Seva Official 5,834 1 month ago
Video Not Working? Fix It Now

ગીત:- જાય બેની બા સાસરે માતા દીયે શિખામણજો સાંભળજે મારી દીકરી દવ શિખામણ સાચી જો સવારે વહેલા ઉઠી એને ખમકારો નો કરીએ જો ખમકારો કરીએ તો બેની ધરતીને દુઃખ લાગે જો રસોડામાં હરતા ફરતા રસોઈ નો રાખીએ જો રસોઈ ચાખીયે તો બેની અનનો દોષ લાગે જો સાસુ સસરા ને જમાડીને પછી જમવા બેસીએ જો પેલા જો જમીએ તો બેની ઘરમાં ઝગડા થાય જો જેઠાણી સાથે બને નહીં તો દિલની વાત ન કરીએ જો દિલની વાત કરશો તો બેની કુવે વાત થાશે જો જેઠને સસરા બેઠા હોય ત્યાં આડા નો ઉતરીએ જો આડા જો ઉતરીએ તો બેની ચોરી વાતો થાશે જો દિયર સાથે હસી મજાકમાં હાથ તાળી નો દઈએ જો હાથ તાળી દઈએ તો બેની ગામમાં વાતો થાશે જો છુટા અંબોડે છુટા કેસે ફળિયામાં નો ફરીએ જો ફળિયામાં ફરશો તો બેની પાડોસણ વાતો કરશે જો નાની નણંદને આગળ રાખીને પાછળ આપણે ચાલીએ જો આગળ ચાલીએ તો બેનબા મૈયર વાતો થાશે જો પરણીયા ઘેરે આવે ત્યારે મોઢું નો ફેરવીએ જો મોઢું જો ફેરવીએ બેની બા મૈયરને સંભળાવે જો સગા વાલા દેખી બેની અવળું ન ફરીએ જો અવળું જો ફરશો તો બેની મોસાળા લજવાશે જો હળી મળીને રહીએ બેની પ્રેમની ભાવના રાખીએ જો કુટુંબને પરિવાર બેની આપણા ઘરની શોભા જો #gausevaofficial #lagangeet #gujaratilagnageet #ગુજરાતી_લગન_ગીત #gujaratitrendingsong #madhurlagnageet #lagnasong #lagan #lagankegeet #merrage #merriage #marriage

Comment