બીજ નિમિત્તે પહેલીવાર રામાપીર નુ ખુબ સરસ કીર્તન 🙏🌹(લખેલુ છે).... જય રામાપીર મહિલા મંડળ
અમારી ચેનલના અવનવા કીર્તન સાંભળવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો 🙏
🌹🌹🌹🌹જય રામાપીર 🌹🌹🌹🌹
રામાપીર કેદુની જોતી તારી વાટડી રે
આવી બીજ પુનમ ની રાતડી રે.. રામાપીર.કેદુની જોતી.....
રૂડા પાઠ મંડાણા પરબ ધામમાં રે
લોકો દર્શને આવે ગામો ગામના રે.. રામાપીર કેદુની જોતી....
રૂડી જયોતુ ઝળહળે પરબ ધામની રે
ધોળી ધજા ફરકે છે તારા નામની રે.. રામાપીર કેદુની જોતી...
તારા નેજા ફરકે છે નવેખંડ મા રે
અમે રંગાઈ ગયા તારા રંગ મા રે... રામાપીર કેદુની જોતી.....
ધણી ધાર્યો છે નકલંક નાથ ને રે
મારી માથે રામાપીર નો હાથ છે રે... રામાપીર કેદુની જોતી...
હે વાલા તારી દયાથી લીલાલહેર છે રે
રામ રણુજા વાળા ની મોટી મહેર છે રે... રામાપીર કેદુની જોતી
હે ગુરુ મુળદાસ રટેછે તારઃ નામને રે
એણે રીઝવી લીધા રણુજા ના રામ નેરે.. રામાપીર કેદુની જોતી
જે કોઈ પંથે રામાપીર ના ચાલશે રે
એને કળયુગ મા નકળંગ તારશે.. રામાપીર કેદુની જોતી..
આવી બીજ પુનમ ની રાતડી રે
રામાપીર કદુની જોતી તારી વાટડી રે
🌹🌹🙏 સૌને મારા જય રામાપીર 🙏🌹🌹