MENU

Fun & Interesting

ગીતા સાર (કીર્તન લખેલું નીચે છે)

Nimavat Vasantben 87,788 3 years ago
Video Not Working? Fix It Now

ગીતાને રચીને કાને ચીંધ્યો જીવન રાહ, એને રસ્તે ચાલે તેનો મટે અંતર દાહ.... પહેલે રે અધ્યાયે અર્જુન સામે લડવા જાય, ધર્મ ની રક્ષાને કાજે બાંધવ હણવા જાય, સગા વ્હાલા દેખી એના હામ ડૂલ થાય, નથી રે લડવુંરે કહી શાસ્ત્રો હેઠા થાય..... બીજે રે અધ્યાયે કર્મ કુશળતા ની વાત જન્મ અને મૃત્યુ સખા નથી તારે હાથ, જન્મ્યો તે મરવાનો એ તો નિશ્ચિત વાત આત્મા તારો અમર રહેશે નથી એને ઘાત .... ત્રીજે રે અધ્યાયે કહે છે કર્મ તારું કર, કર્મ વિણ ના દુનિયામાં થાશે કોઈ પર, કામ તારી બુદ્ધિમાં છે વશ એને કર, કામવશ થાતાં તારે ખૂટે પાપ થર.... ચોથે રે અધ્યાયે વ્હાલો વચનમાં બંધાય, ભક્તો કેરી રક્ષા કાજે ધરું છું હું કાય, શાને કાજે કર્મ છોડી નિર્મય માં બંધાય સાચી શ્રદ્ધા હૈયે રાખી સોંપી દેજે કાય... પાંચમે અધ્યાયે કહે છે ભોગવીને ત્યાગ દ્વેષ તારા છોડી દેજે,છોડી દેજે રાગ, કર્મ તારું જીવન છે તું એનાથી ના ભાગ, પાપ પુણ્ય છોડી તારા યોગમાં તું લાગ ..... છઠ્ઠા રે આધ્યાએ ક્રષ્ન સમજાવે છે સન્યાસ, સુખ અને દુઃખ કેરા છોડી દેજે ન્યાસ, સંકલ્પો થી પર થઇ કર મનને વશ, કર્મ તારી સાથે રહીને કાઢી લેશે કસ.... સાતમે અધ્યાયે કહે છે ભક્તિ મારી કર, રાગદ્વેષ છોડી ને તું શ્રદ્ધા પાકી કર, સર્વે ભક્તોમાં મારો જ્ઞાની છે પર, જેવા રૂપને ભજે તેને થાશે તેવા દર્શન.... આઠમે અધ્યાયે કાનો કહે છે બ્રહ્મની વાત અહં તારો ત્યાગી મને પામી લે સાક્ષાત, જીવન આખું રટ્યા એને પ્રભુ તારો તાત, અંતકાળે આવી મળશે વાલોજી સાક્ષાત..... નવમે અધ્યાયે બતાવે કણ કણ માં વાસ મારી રે માયા થી સઘળે કીધો મેં નિવાસ, જલ સ્થલ જડ ચેતન સર્વે મારો ભાસ, ભક્તો કેરા યોગ ક્ષેમ સદા મારી પાસ... દસમે અધ્યાયે કહે છે જગ મારુ રૂપ, જે તને શ્રેષ્ઠ દીસે તેમાં મારું રૂપ, સારીએ શ્રુષ્ટિનો અર્જુન થયો છું હું ભૂપ સારા જગમાં વ્યાપેલી છે મારી સેજ ભૂપ..... અગિયારમે અધ્યાયે આવે વિરાટ સ્વરૂપ, તેજમય કાંતિ એની અદભુત રૂપ, સારી શ્રુષ્ટિ દેહ માહી દીસે છે અનુપ, કર્મો કર આસક્તિ છોડી પામીશ મારું રૂપ.... બારમે અધ્યાયે કહે છે ભક્તિ કેરી વાત કર્મો તારા અર્પણ કરી બુદ્ધિ તારી આપ, સ્વાધ્યાય કેરા જોરે તારી ઈચ્છા વશ રાખ, કર્મફળ ની આશા છોડી મન શરણે રાખ....... તેરમે અધ્યાયે કહે છે તન તારું ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ છે આત્મા તારો તે જ મારુ નેત્ર, સર્વ ને સમભાવે જુઓ રાખો ખુલ્લા નેત્ર, ઉદ્ધાર આત્મા નો થાશે ઉજ્જવળ છે એ ક્ષેત્ર..... ચૌદમે રે અધ્યાયે કરેલી ગુણ કેરી વાત, સત્વ રજ ને તમોગુણ થી બની તવ જાત, ત્રણે ગુણથી પર થઈને જીતી લે તું તાક તને બ્રહ્મ સહેજે મળશે પામી લે તું ત્રાક... પંદરમે અધ્યાયે કહે છે જગ પીપળ વૃક્ષ, કર્મો કેરા બંધન જેના માયાથી અટૂટ , વૈરાગયો ના શાસ્ત્ર વડે પડે તેમાં તૂટ જગ કેરો પાલનહારો પ્રભુ તારો ભૂપ...... સોળમે અધ્યાયે પ્રભુ કહે છે દૈવી શાસ્ત્ર કામ ક્રોધ લોભ છોડી દયા હૈયે રાખ, અસુરી ગુણોથી તારી અધમ થશે જાત આત્મા ના ઉદ્ધાર કાજે ઘસી દેજે જાત...... સત્તરમે અધ્યાયે કરે શ્રદ્ધા કેરી વાત, જેવી જેની શ્રદ્ધા બેસે તેવી તેની વાત, સત્વ ગુણી ફળ છોડી સત્કર્મ માં જોડાય હરિ ૐ તત્સત એ જ જીવન કેરો સ્તોત્ર.... અઢારમે અધ્યાયે કહે છે ત્યાગ કેરો મર્મ, કર્મ તારા છોડવામાં નથી ત્યાગ ધર્મ, કર્તા કેરો ભાવ છોડી સાંભળી લે કર્મ, કર્મ કરતા દેહ છૂટે એ છે તારો ધર્મ...... પ્રજ્ઞાચક્ષુ ખુલી જાતા અર્જુન શરણે જાય, મોહ કેરા પડળ ટુટ્યા સામે લડવા જાય, જે કોઈ ભક્તો શરણે જાશે ધરે વ્હાલો બાય, અમે તારે શરણે આવ્યા સ્વિકારીલે ધાય..... #Vasantben #ગીતા_સાર #કીર્તન #Arunaben #અરુણાબેન #Vasantben_Nimavat #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #વસંતબેન #વસંતબેન_નિમાવત #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #Bhavnagar #ભાવનગર

Comment