#gujaratibhajan
#bhajan
#surat
#હંસાબેન
# bholanath
#mahadev
#krisna
હારે એવું ડમ ડમ ડમરુ વાગે માદેવજી .
આવ્યા જશોદા ને આંગણે ..
હારે વા દર્શન કરવાની કાજે મહાદેવજી .
આવ્યા જશોદા ને આંગણે ...
હારે વાલે શિર પર ગંગાધારી .
હારે અંગે ભભૂતિ લગાડી.
હારે વાલે પહેરી સે સરપોની માળા.
મહાદેવજી આવ્યા જશોદા ને આંગણે..
હારે વાલો લાંબી જટાયુ વાળા.
હારે ફરતે ફરે સે ભૂત કાળા.
હારે વાલે પહેરી છે ખોપરી ની માળા.
મહાદેવજી આવ્યા જશોદાના....
હારે નંદરાણી દેખાડો તારો લાલો.
હારે મને લાગે અતિશય વાલો.
હારે હું તો દર્શન કરવનેકાજે.
મહાદેવજી આવ્યા જશોદા .....
હારે બાવાજી નહીં રે દેખાડો મારો લાલો.
ભારે મુખ દેખી બીવે મારો લાલો.
હારે કોઈ બાવાને બારણેથી કાઢો. મહાદેવજી આવ્યા ....
હારે માતાજી થાળ ભરીને વનફળ લાવ્યા.
હારે ભોળા શંભુને દેવા લઈ આવ્યા.
હારે માતાજી શીખ આપીને ન સમજાવો.
મહાદેવજી આવ્યા....
હારે નંદરાણી દેખાડ તારો લાલો.
હારે હું નથી અઘોરી બાવો.
ભારે મને દર્શનની લગની લાગી મહાદેવજી આવ્યા....
હારે માતા કાનકુંવરને તેડી લાવ્યા.
હારે ભોળા શંભુને દેવાને આવ્યા .
હારે ત્યાતો હરીને હર બેય ભેટીયા મહાદેવજી આવ્યા...
હારે મહેતા ના નરસિંહ સ્વામી શામળા.
હારે વાલો અઢળક થઈને ઢળીયા .
હારે ભોળા શંભુને દર્શન દીધા.
મહાદેવજી આવ્યા જશોદાને આંગણે.......