કંકોત્રી લખતી વખતે ગવાતું લગ્ન ગીત 🏵️સોનાની કલમે રૂપાની પેને બેની લખજો કંકોત્રી wedding song 👇 છે
કંકોત્રી લખતી વખતે ગવાતું લગ્ન ગીત 🏵️સોનાની કલમે રૂપાની પેને બેની લખજો કંકોત્રી wedding song 👇 છે
સોનાની કલમે રૂપાની પેને
મંડપ માં બેસી બેની લખજો કંકોત્રી
દાદા ને લખજો માતાને લખજો
મોંઘેરા મોટા બાને ઘણું ઘણું લખજો
દાદા રે આવશે માતારે આવશે
મોંઘેરા મોટા બા માન જ માગશે
સોનાની કલમે રૂપાની પેને
મંડપ માં બેસી બેની લખજો કંકોત્રી
કાકાને લખજો કાકીને લખજો
મોંઘેરા ફઈબા ને ઘણું ઘણું લખજો
કાકા રે આવશે કાકી રે આવશે
મોંઘેરા ફઈબા માન જ માંગશે
સોનાની કલમે રૂપાની પેને
મંડપ માં બેસી બેની લખજો કંકોત્રી
મામાને લખજો મામીને લખજો
મોંઘેરા માસીબા ને ઘણું ઘણું લખજો
મામા રે આવશે મામી રે આવશે
મોંઘેરા માસીબા માન જ માગશે
સોનાની કલમે રૂપાની પેને
મંડપ માં બેસી બેની લખજો કંકોત્રી
વીરાને લખજો ભોજાયને લખજો
મોંઘેરા બેનીબા ને ઘણું ઘણું લખજો
વીરા રે આવશે ભોજાય રે આવશે
મોંઘેરા બેનીબા માન જ માગશે
સોનાની કલમે રૂપાની પેને
મંડપ માં બેસી બેની લખજો કંકોત્રી
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏