જોરદાર ફટાણું 😂 નવી નોટો ને નવા રૂપિયા રે 🌷આ તો મોદીના રાજમાં comedy wedding song 👇 છે
જોરદાર ફટાણું 😂 નવી નોટો ને નવા રૂપિયા રે 🌷આ તો મોદીના રાજમાં comedy wedding song 👇 છે
નવી નોટો અને નવા રૂપિયા રે
આતો મોદીનું રાજ છે
બદલી નોટો ને બદલીયા રૂપિયા રે
આતો મોદીનું રાજ છે
ઓલી નીશ વહુ ને શાક લેવા મોકલો રે
આતો મોદીનું રાજ છે
એને કિલોગ્રામમાં ખબર નથી પડતી રે
આ તો મોદીનું રાજ છે
પોલા શાક વાળાએ દુધીએ દુધીએ મારી રે
આતો મોદીનું રાજ છે
ઓલી નીશા વહુ રોતી રોતી આવી રે
આતો મોદીનું રાજ છે
મનીષભાઈએ પિયર વડાવી રે
આતો મોદીનું રાજ છે
આવી ડોબી મારે નથી જોતી રે
આતો મોદીનું રાજ છે
એની સાળી ની સાથે બદલાવી રે
આ તો મોદીનું રાજ છે
મારા વીરા ને નવી લાડી આવી રે
આતો મોદીનું રાજ છે
નવી નોટો અને નવા રૂપિયા રે
આતો મોદીનું રાજ છે
બદલી નોટો બદલ્યા રૂપિયા રે
આતો મોદીનું રાજ છે
ઓલી કોમવ વહું ને દૂધ લેવા મોકલો રે
આતો મોદીનું રાજ છે
એને લીટરમાં ખબર નથી પડતી રે
આતો મોદીનું રાજ છે
ઓલા ડેરીવાળાએ ડબલે ડબલે મારી રે
આતો મોદીનું રાજ છે
ઓલી કોમલ વહુ રોતી રોતી આવી રે
આતો મોદીનું રાજ છે
રાકેશભાઈએ પિયરીએ વડાવી રે
આતો મોદીનું રાજ છે
આવો ગોગો મારે નથી જોઈતો રે
આતો મોદીનું રાજ છે
એની સાડીની સાથે બદલી રે
આતો મોદીનું રાજ છે
મારા વીરા ને નવી લાડી આવી રે
આતો મોદીનું રાજ છે
નવી નોટો ને નવા રૂપિયા
આતો મોદીનું રાજ છે
ઓલી ભુમી વહુને કપડા લેવા મોકલો રે
આતો મોદીનું રાજ છે
એને મીટરમાં સમજ નથી પડતી રે
આતો મોદીનું રાજ છે
ઓલા કપડા વાળા એ દંડે દંડે મારી રે
આતો મોદીનું રાજ છે
ઓલી ભુમી વહુ રોતી રોતી આવી રે
આતો મોદીનું રાજ છે
એને કરણભાઈ પિયરીયે વડાવી
આતો મોદીનું રાજ છે
આવું બુદ્ધિનું બારદાન નથી જોઈતું રે
આ તો મોદીનું રાજ છે
એની સાડી ને સાથે બદલાવી રે
આતો મોદીનું રાજ્ય છે...
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏