નવું સુંદર ભકિતમય ભજન શીવનું સાંભળીને આનંદ થશે.અંત સુધી જોજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય subscribe કરવાનું તો ભુલતાજ નહીં.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.મીના પટેલ
વડોદરા.
જય શ્રીકૃષ્ણ
---------------------------- ભજન---------------------------
રાગ--રમૈયા વટાવીયા રમૈયા વટાવીયા
અરે ઓ શંભુ ભોળા અરે ઓ શંભુ ભોળા (2)
આવ્યા ભકતોના ટોળા (2)
અરે ઓ શંભુ ભોળા અરે ઓ શંભુ ભોળા (2)
તારી સેવા કરે , તારી પૂંજા કરે
તારા ચરણોમાં તન મન ધન અર્પણ કરે (2)
પછી ધરતા એ ધ્યાન અરે ઓ શંભુ ભોળા
આવ્યા ભકતોના ટોળા (2) અરે ઓ શંભુ ભોળા (2)
ધ્યાન તારું ધરવું , તારે ધ્યાને ધરવું
તોય ચરણોમાં ચિત્ત જરી ચોંટે નહીં (2)
દયા ભકિતમાં ભોળા અરે ઓ શંભુ ભોળા
આવ્યા ભકતોના ટોળા (2) અરે ઓ શંભુ ભોળા (2)
સેવા જાણે નહીં , પૂંજા જાણે નહીં
તારા ગુણલા ગાવાની જરી શકિત નથી (2)
ખવડાવે માયા જોવા , અરે ઓ શંભુ ભોળા
આવ્યા ભકતોના ટોળા (2) અરે ઓ શંભુ ભોળા (2)
ગયા હિંમત હારી , દેજે ભકિત તારી
તારા ચરણોમાં જાય એ તો વારી વારી (2)
ધર્યા તને ભાંગના ગોટા , અરે ઓ શંભુ ભોળા
આવ્યા ભકતોના ટોળા (2) અરે ઓ શંભુ ભોળા (2)
ભોલે નાથ કી જય