આ આટલું વાઈરલ કેમ થઈ ગયું?
બાજરાના રોટલા સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુઓ, સ્વાસ્થ્ય માટે છે ખુબ જ હાનિકારક
બાજરાનો રોટલો એક હેલ્ધી આહાર છે. બાજરાનો રોટલો ભારતીય ભોજનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ હેલ્દી ફૂડને ખરાબ વસ્તુ સાથે ખાવામાં આવે તો, એનાથી નુકસાન પણ થઈ શકે છે. કેટલિક એવી વસ્તુઓ પણ છે જેને બાજરાના રોટલા સાથે ન ખાવું જોઇએ. ચાલો તમને જણાવીએ બાજરાના રોટલા સાથે શું ન ખાવું જોઇએ.
બાજરો સ્વાસ્થ્ય માટે ઘણો ફાયદાકારક છે, જો કે, બાજરાનો રોટલો અમુક વસ્તુઓ સાથે ન ખાવું જોઈએ. કારણ કે, એની તાસીર અને ગુણ આ ખાદ્ય પદાર્થ સાથે તાલમેલ બેસતા નથી. જેના કારણે તમને એસીડીટી, કબ્જ, પેટમાં દુખાવો, અફારા અને ઘણી સમસ્યા થઈ શકે છે.
આ રોટલો વેટ લોસથી લઇ તાકાત આપવાનું કામ કરે છે. ઠંડીમાં બાજરાની રોટલાનો ફાયદો મેળવવા માંગો છો તો, એના ખાવાની યોગ્ય રીત જાણી લો., નહીંતર નુકસાન થઈ શકે છે. તો ચાલો જાણીએ એ કેવા ફૂડ છે જેની સાથે બાજરાનો રોટલો ન ખાવો જોઈએ.
દહીં સાથે બાજરાનો રોટલો ખાવાથી શરીરની ઠંડક વધી શકે છે, જે પાચન ક્રિયા ધીમી કરે છે. તેને ખાવાથી શરદી-ઉધરસ થઇ શકે છે. તેથી તેને સાથે ખાવું ટાળો. દૂધ અને બાજરાના રોટલામાં ડાયટરી ફાઇબર અને પ્રોટીનની વધારે માત્રા હોય છે, જ્યારે દૂધમાં કેલ્શિયમ અને ટીન બંને હોય છે. તેથી બંને સાથે ખાવાથી પાચનની સમસ્યા થાય છે.
બાજરાના રોટલા સાથે ખાટી વસ્તુ જેમ કે લીંબુ, સંતરા કે અન્ય ખાટા ફળ ન ખાવા જોઇએ. તેનાથી પેટમાં એસિડિટી થઇ શકે છે અને પાચન પ્રક્રિયા પ્રભાવિત થઇ શકે છે. બાજરાના રોટલા સાથે ખાંડ કે મીઠાઇનું સેવન કરવાથી લોહીમાં સુગર લેવલ ઝડપથી વધી શકે છે. તેનાથી વજન વધવાનું જોખમ રહે છે અને પાયન પણ ખરાબ થઇ શકે છે.
ગરમ તાસીર વાળી વસ્તુઓ: બાજરાની તાસીર ગરમ હોય છે. એટલા માટે એની સાથે ગરમ તાસીર વાળી વસ્તુ ન ખાવી જોઈએ. એના કારણે પેટમાં બળતરા, ખીલ દાણા, એસીડીટી, પેટનો દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. ચિકન-મટન, તલ વગેરે જેવી ગરમ તાસીર વાળી વસ્તુઓ જેને બાજરા સાથે અવોઇડ કરવું જોઈએ.
પાચનમાં ભારે વસ્તુઓ સાથે: છોલે અને રાજમા હાઈ પ્રોટીન આપે છે. પરંતુ એની સાથે જ આ પચવામાં ઘણી ભારે હોય છે. એની સાથે જ અડદની દાળ પણ મોડેથી પચે છે. જે લોકોના પાચનને કમજોર બનાવી દે છે, એટલા માટે આ વસ્તુઓ સાથે બાજરાની રોટલી ખાવાથી બચો. કારણ કે, બાજરામાં ફાયબર હોય છે. મેડલાઈન પ્લસ મુજબ, ડાયટમાં વધુ ફાયબર લેવાથી પેટમાં ગેસ, બ્લોટિંગ, પેટમાં ક્રેમ્સની સમસ્યા થઈ શકે છે.
તળેલા ખોરાક સાથે: જેમ બાજરાને પચવામાં સમય લાગે છે તેવી જ રીતે તળેલા ખોરાકને પણ શરીરમાં પચવામાં સમય લાગે છે. આ બંનેનું મિશ્રણ પાચન માટે હાનિકારક હોઈ શકે છે. તેથી તમારે આ વસ્તુઓનું એક સાથે સેવન ટાળવું જોઈએ.
બાજરાનો રોટલો ખાવાની સાચી રીત: બાજરાનો રોટલો પચવામાં સરળ હોય તેવી વસ્તુઓ સાથે ખાવી જોઈએ. હળવા મસાલા જેવા કે મગની દાળ, લીલા શાકભાજી, લીલોતરી વગેરે. શાકભાજીમાં પાચનક્રિયા ઝડપી બને તેવા મસાલાનો ઉપયોગ કરો. આ સિવાય બાજરાની ખીચડી ખાવી એ પણ એક સારો વિકલ્પ છે.
બાજરાનો રોટલો ખાવાનો યોગ્ય સમય: બાજરાનો રોટલો ગમે ત્યારે ખાઈ શકાય છે. પરંતુ તેને સવારે અને બપોરે ખાવું વધુ સારું છે. જો તમે તેને રાત્રિભોજનમાં લેતા હોવ તો તેને સૂવાના 3-4 કલાક પહેલા ખાઓ. કારણ કે રાત્રે પાચનક્રિયા ધીમી પડી જાય છે, જેના કારણે એસિડિટી, પેટમાં દુખાવો, ગેસ, ઉલ્ટી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
#ahirweding#khadir#dholavira#Indo-Pak border#kutch#dholavira #whiterann#LaganGeet #MarriageSongs #Prachin #LagnaGeet #Gujarati
#Ahir
#trending
#love
#ahirbrand
#મામેરૂં
#મામેરું
#mameru
#marriage
#લગ્ન
#લગ્નગીત
#લગન
#લગનગીત
#lagn
#lagan
#payal_ahir
#kutch
#કચ્છ
#ધોળાવીરા