લખેલું છે |સરસ ભજન ગાયું પુષ્પા બેન. |મારે ગોવાળિયાની સાથ ટેટુડો |વૃંદાવન ભજન મંડળ ડભોલી ગીતા પ...
મારે ગોવાળિયા ની સાથ ટેટુડો લેવો છે (૨)
મારે સૈયરોની સાથ ટેટુડો લેવો છે
મારે ગોપીઓની સંઘાત ટેટુડો લેવો છે
મારે નંદના આંગણે જાવું છે
મારે નંદનો છોરો જોવો છે
ઓલા છોરાની સંગાથ ટેટુડો લેવો છે
મારે ગોવાળિયા ની સાથ ટેટુડો લેવો છે
મારે સૈયરોની સાથ ટેટુડો લેવો છે
મારે ગોકુળિયા માં જાવું છે
મારે ગોકુળ ની ગલીઓમાં ઘુમવુ છે
ઓલા ગોવાળો ની સાથ ટેટુડો લેવો છે
મારે સૈયરોની સાથ ટેટુડો લેવો છે
મારે ગોપીઓની સંગાથ ટેટુડો લેવો છે
મારે વનરાવન માં જાવું છે
મારે ગોપીઓનાં ટોળાં જોવાં છે
પેલી ગોપીઓની સંઘાત ટેટુડો લેવો છે
મારી સખીઓની સંગાથ ટેટુડો લેવો છે
મારે ઢોલીડા ની સાથ ટેટુડો લેવો છે
મારે બરસાના ગામમાં જાવું છે
મારે રાધાનો મહેલ જોવો છે
ઓલી રાધાની સંગાથ ટેટુડો લેવો છે
મારે સખીઓની સંગાથ ટેટુડો લેવો છે
મારે ગોવાળિયા ની સાથ ટેટુડો લેવો છે
મારે ડભોલી ગામમાં જાવું છે
મારે વૃંદાવન મંડળ ને મળવું છે
મારે એમના ભજન સાંભળવા છે
મારે સખીઓની સંગાથ ટેટુડો લેવો છે
પેલી ગીતાબેન ની સાથ ટેટુડો લેવો છે
પેલી મંજુબેન ની સાથ ટેટુડો લેવો છે
મારે સૈયરોની સાથ ટેટુડો લેવો છે
મારે ગોપીઓની સાથે ટેટુડો લેવો છે
જો તમને અમારા ભજન ગમે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી આગળ વધારજો