#gokul #bhajans #dhun #gopi #gopimandal #gopimandal #madhav #kirtan #kanudo #gopal #krishna #હાલરડું #કાનુડો #જમુના #વાલા #હિર ની દોરી #સોના #રૂપા #પારણીયુ #હીંચકો #સગપણ #જાન #સુરત શહેર #સાડી #રસોઈ #વહુ #શીરો #પૂરી #ગાયું #ગાવલડી #દુધડિયા #માખણ મિસરી
હાલા વાલા મારા હીરની દોરી, વાલા ને હાલા ગાવ રે
ઘડીક જંપી જાવ તો કાના જમના પાણી જાવ રે
સોના રૂપા નું પારણીયુ ને હિરની દોરી હાથ રે
હળવે હળવે હિચકો નાખો સુઈ જા મારા લાલ રે
હાલા વાલા મારા હિરની દોરી.....
સંજવારી તો કાઢી નથી ને ઘરમાં રેલમછેલ રે
ઘડીક જંપી જાવ તો કાના જમના પાણી જાવ રે
હાલા હાલા મારા હીરની દોરી...
સારા ઠેકાણે સગપણ કરશું રૂડી લાવશું વહુ રે
જાડી તારી જાન જોડી શું જાનમાં અમે સૌ રે
હાલા વાલા મારા હીરની દોરી...
સુરત શહેરની સાડી મંગાવો રૂપિયા ખર્ચો બવ રે
પહેરી ઓઢી રસોઈ કરશે કાના તારી વહું રે
હાલા હાલા મારા હીરની દોરી....
શીરો બનાવે ખીર બનાવે પુરી બનાવે બવ રે
આપણે સૌ જમવા બેસીએ તાણ કરે તારી વાહુ રે
હાલા વાલા મારા હીરની દોરી....
ગામે ગામની ગાયું મંગાવું ગાયું મંગાવું બવ રે
વાકે અંગૂઠે ગાયું દોવે કાના તારી વહું રે
હાલા હાલા મારા હીરની દોરી....
ગાવલડી તો દોહી નથી ને દુધડા ક્યાંથી દવ રે
ઘડીક જંપી જાવ તો કાના માખણ મિસરી દવ રે
હાલા વાલા મારા હીરની દોરી....
હાલા વાલા મારા હીરની દોરી લાલા ને હાલા ગાવ રે
ઘડીક જંપી જાવ તો કાના જમના પાણી જાવ રે