દાદીમાએ શીખવાડેલું જૂનવાણી દીકરાનું લગ્નગીત🏵️ ટમક ટીલડી ઘમઘોર લગ્નની વાગે વાસલડી groom wedding song👇
દાદીમાએ શીખવાડેલું જૂનવાણી દીકરાનું લગ્નગીત🏵️ ટમક ટીલડી ઘમઘોર લગ્નની વાગે વાસલડી groom wedding song👇
ટમક ટીલડી ઘમઘોર
લગ્નની વાગે વાસલડી
કયા ભાઈ દાદા ને
કઈ બાઈ માતા
કયા ભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
ગોવિંદભાઈ દાદાને
રમાબાઇ માતા
માધવભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
ટમક ટીલડી ઘમઘોર
લગ્નની વાગે વાસલડી
કયા ભાઈ કાકા ને
કઈ બાઈ કાકી
કયા ભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
રામજીભાઈ કાકાની
કાંતાબાઇ કાકી
માધવભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
ટમક ટીલડી ઘમઘોર
લગ્નની વાગે વાસલડી
કયા ભાઈ મામાને
કઈ બાઈ મામી
કયા ભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
અરવિંદભાઈ મામાની
રંજનબાઇ મામી
માધવભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
ટમક ટીલડી ઘમઘોર
લગ્નની વાગે વાસલડી
કયા ભાઈ વીરા ને
કઈ બાઈ ભાભી
કયા ભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
વિજભાઈ વીરાને
મુકતાબાઇ ભાભી
માધવભાઈ સૂર્યમાના તેજ
લગ્નની વાગે વાસલડી
ટમક ટીલડી ઘમઘોર
લગ્નની વાગે વાસલડી
જય શ્રી કૃષ્ણ કનૈયા 🙏
ધન્યવાદ 🙏