MENU

Fun & Interesting

શબરી ભીલોની જાતમાં જનમિયા રે એને પૂર્વ જન્મનું હતું જ્ઞાન ll કીર્તન નીચે લખેલ છે ll જયશ્રીબેન બાલધા

Video Not Working? Fix It Now

શબરી ભીલોની જાતમાં જનમિયા રે એને પૂર્વ જન્મનું હતું જ્ઞાન શબરી રટણ કરે છે સીતારામનું દસ પંદર વર્ષના શબરી થયા રે એના પિતાએ કર્યા સગપણ શબરી રટણ કરે છે સીતારામનું રે વિસ વિસ વરસના શબરીબાઈ થયા એના પિતાએ લીધા છે લગન શબરી રટણ કરે છે સીતારામનું રે એના પિતાતો ગાડર બકરા લાવીયા રે એને પૂર્યા છે વાળાની માય શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી એના દાદાજીને વિનવે રે દાદા ગાડર બકરા લાવ્યા કેમ શબરી રટણ કરે છે સીતારામનું રે મારે મોટી તે જાન તેડાવવી રે મારે હરખે કરાવા ભોજન શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી મનમાં ગૂંજાયને વિચાર કરે મારે કારણે પશુના જાશે જીવ શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી મધરાતે જાગીને હાલિયા રે એતો આવ્યા છે વાળાની માય શબરી રટણ કરે છે સીતારામનું રે શબરીએ ગાડર બકરાને છોડી મૂકિયાં રે પછી હાલી નીકળ્યા જંગલની માય શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી પંપા સરોવર પાડે આવ્યા રે ત્યાં તો માતંગ ઋષિના દર્શન થાય શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી કર જોડીને એવું બોલિયાં રે ગુરુ કરોને અમારો ઉદ્ધાર શબરી રટણ કરે છે સીતારામનું રે અન્ય રઘુવીર રામ એક ડી આવશે રે રામ કરશે તમારો ઉદ્ધાર શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી ગુરુના વચનમાં હાલતા રે એને રાખ્યો છે ગુરુમાં વિશ્વાસ શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી ચાખી ચાખી મીઠા બોર લાવતી રે વાટ જોતી એતો સવાર સાંજ શબરી રટણ કરે છે સીતારામનું રે એક દી રામ ને લક્ષ્મણ આવિયા રે શબરી જમાડે છે મીઠા મીઠા બોર શબરી રટણ કરે છે સીતારામનું રે રામે નવધા ભક્તિ શબરીને આપી રે વાલે કર્યો છે શબરીનો ઉદ્ધાર શબરી રટણ કરે છે સીતારામનું રે જાતિ પાતી નથી હરિના દેશમાં સૌની જ્યોતિમાં જ્યોતિ ભળી જાય શબરી રટણ કરે છે સીતારામનું રે શબરી ભીલોની જાતમાં જનમિયા રે એને પૂર્વ જન્મનું હતું જ્ઞાન શબરી રટણ કરે છે સીતારામનું રે

Comment