૧)વેહતા વેહતા નીર સાધુ નિર્મલા
બાધ્યા નીર ગંધાય રે
જોગી રે વેરાગી રમતા ભલા
દઈ કો ધાગ ન લાગે કોઈ રે.......
૨)દીવલા ને જોલો લાગો પવન રો
નર ને જોલો લાગે નાર રો
ગોપીચંદ ને જોલો લાગો સબધ રો
છોળ્યા રાજ ને પાઠ........
૩) ફૂલ વેન્યા જુલે પીપળી
ફળ વેન્યા જુલે નાગરવેલ રે
બાંધવ વેન્યા જુલે બેનળી
પુત્ર વેન્યા જુલે માં.......
૪) સોનું રે જાણી રાજા સંગ કીધો
જેમે નીવળ્યો ફકીર રે
દઈ રે વેખના રે રાજા પંથ ખોયો
સેસે પળ્યો સરીર રે.......
૫) મળલી ભનાવો રાજા મહેલ મા
અંગળે લગાવો ભભૂત રે
તમે બેસો રાજા જોગ મા
સેવા કરે પિંગળા નાર રે.......
૬) મળલી ભનાવા રાણી મશાણ મા
અંગે લગાવા ભભૂત રે
ઘરો ઘર અલખ જગાળશા
પૂરો કરા અમારો જોગ રે.......
૭) ચંધન ગેરવે સે રંગ્યા ધોતિયા
પેરેયા ભગ્માં વેશ રે
જોરી,જટા ને ખેપર હાથ માં
ભીક્ષા આપો પિંગળા માઈ(માં) રે...
૮) માતાજી જાલે ઘોળા રા પગુળા
બેની જાલે ઘોળા રી વાટ રે
રાણી રે પિંગળા એ છેળા પાથર્યા
રાજા રઓ આજુણી રાત રે.......
૯) ગળી વેરમાવો રાજા શેરમાં
કરા રશોઈ તૈયાર રે
તમારી રે રશોઇ માં રાણી ધિર ગણી
જાએ મારા સાધુ આ રો સંગ રે.......
૧૦) ભૂડો રે ઘોળો ને ભુડો ચાલકો
ભૂંડી સેરૂળી તલવાર રે
ભૂડું રે બાલાપણ રૂ રંડાપણું
એ નવખંઢા કેરી ધાર રે.......
૧૧) ફાળું રે જોષીળા તારા ટીપળા
ટોળા જંધિયા રે ભાત રે
કેળે રે નક્સટરે કુંવર પરણેયા
છોળ્યા રાજ ને પાટ રે.......
૧૨) ભૂલી રે ભૂલી તુએ માવળિ
ગુરૂ ને ગાળ મતી દે
અમારા ગુરૂ એ ગોરખ નાથજી
એની અમર રહી છે કાયા રે.......
વેલ) વારી મત ખેલો વંકા રાજીયા
અરજુ માનો દઈ જા નાથ રે
લેરે લેરે હાલો રાજા ભળથરી
કયું માનો મારા કંથ રે
ભેખ ઉતારો રાજા ભળથરી....
આરાધી ભજન
હમીર ભગત ના ભજન સાભળવા subscribe કરો અમારા ચેનલ ને ભજન ને લાઇક કરવા વિનંતી.